: ૩૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૭
–આવા મંગલપૂર્વક મોક્ષને સાધવાનો આ મંગલસ્થંભ રોપાય છે.
સીમંધર ભગવાન પાસે જઈને કુંદકુંદાચાર્ય ભવ્યજીવોને માટે આવી ઊંચી ભેટ
લાવ્યા છે. જેમ પિતા પરદેશ જઈને આવે ત્યારે બાળકો માટે ભાગ લઈ આવે છે તેમ
કુંદકુંદ આચાર્ય–આપણા પરમ પિતા, વિદેહક્ષેત્રે જઈને ભરતક્ષેત્રના બાળકો માટે
શુદ્ધાત્માના આનંદની પ્રસાદી લાવ્યા છે. તે આ સમયસાર દ્વારા આપે છે કે લે, તારા
માટે આવો શુદ્ધઆત્મા અમે લાવ્યા છીએ.... તેને તું સ્વાનુભવગમ્ય કર.
સુખી સન્ત
રાગી–દ્વેષી જીવોને સુખ કેવું? સુખ તો વીતરાગી સન્તોને
છે. આપણામાંથી જ ઉત્પન્ન થયેલા સત્ય સુખને અજ્ઞાની જીવો
ઓળખી શકતા નથી. એટલે બાહ્ય પદાર્થોમાંથી સુખ લેવા માંગે છે.
બ્રહ્મજીવન
આત્મામાં જ સાચું સુખ છે –એમ સમજીને આત્માના અતીન્દ્રિય
સુખની જેને અભિલાષા જાગી છે અને બાહ્ય–વિષયોમાં ક્્યાંય સુખ નથી
એમ સમજીને સર્વ વિષયો જેને વિરસ લાગ્યા છે; મારા અસંગ ચૈતન્ય
તત્ત્વને કોઈ પરદ્રવ્યનો સંગ નથી, પરના સંગથી મારામાં સુખ નથી પણ
પરના સંગ વગર મારા સ્વભાવથી જ મારું સુખ છે – એમ જે જીવે પોતાના
અતીન્દ્રિય સુખસ્વભાવની રુચિ ને લક્ષ કર્યું છે અને ચૈતન્યના રંગથી સર્વે
ઈન્દ્રિયવિષયોનો રંગ ઊડી ગયો એવા જીવને ખરું બ્રહ્મજીવન–ખરું
આત્મજીવન પ્રગટે છે. આવા આત્મલક્ષી બ્રહ્મજીવન વડે સર્વે ગુણોની
ખીલવટ થાય છે.