: જેઠ : ૨૪૯૭ આત્મધર્મ : ૩૩ :
‘नाटक सुनत हिये फाटक खुलत है’
[અનુસંધાન પાના ૮ થી ચાલુ]
* – આવો અનુભવ અત્યાર થાય?
– તો કહે છે કે હા; અત્યારે પણ, ગૃહસ્થને પણ શુદ્ધાત્માનો અનુભવ થઈ શકે છે
અરે, અનુભવ શું ચીજ છે! તે સમજે નહીં, તેનો મહિમા જાણે નહીં તે અનુભવ
ક્યારે કરે? અને અનુભવ વગર મોક્ષમાર્ગનાં દ્વાર ખુલશે ક્્યાંથી!
અનુભવપ્રકાશમાં તો કહે છે કે તિર્યંચોને, નારકીને અને ગૃહસ્થોને પણ
આત્માનો નિર્વિકલ્પ – અનુભવ કોઈકોઈવાર થાય છે.
* ધર્મનાં ઉત્તમ ફળ પાકવા માટે અનુભવ તે મહાન ઉપજાઉ ભૂમિ છે. જેમ ઉત્તમ
રસાળભૂમિમાં ઉત્તમ અનાજ પાકે તેમ સ્વાનુભવ એવી ઉત્તમ ભૂમિ છે કે તેમાં
સમ્યગ્દર્શન પાકે, સમ્યગ્જ્ઞાન પાકે, સમ્યક્ચારિત્ર પાકે, પરમ આનંદ પાકે ને
મોક્ષ પાકે. ધર્મનો ઉત્તમ પાક પાકવા માટે અનુભવ તે ઉત્તમ રસાળ ભૂમિ છે.
* આત્મા તો અતીન્દ્રિય આનંદનું દૂઝાણું છે, જે ચોવીસ કલાક ને સાદિઅનંત કાળ
સુધી આનંદનાં દૂધ આપ્યા જ કરે. એની અંદર એકાગ્ર થતાં જ તેમાંથી તત્ક્ષણ
અતીન્દ્રિયઆનંદ દૂઝે છે.
* જુઓ, આ કવિ! સાચા કવિ તો આવા હોય કે જે આત્માના ગુણનાં ગાણાં
ગાય. પણ આત્માને જાણ્યો હોય તો તેનાં ગાણાં ગાયને! વાહ! આત્માનાં
અદ્ભુત ગાણાં ગાયા છે. ચૈતન્યનો ઊંચામાં ઊંચો અધ્યાત્મરસ આ
સમયસારમાં ઘોળ્યો છે.
* જેમ ‘પંચોલામાં’ વરરાજા સાથે બેસનારને ઊંચા જમણ મળે છે તેમ અહીં
પંચપરમેષ્ઠી ભગવાનના પંચોલામાં બેસીને સાધક ધર્માત્માઓ અતીન્દ્રિ
આનંદના ઊંચામાં ઊંચા ભોજન જમે છે. જેમાં પરમ આનંદરસ ટપકે છે એવા
અનુભવ વડે સાધક જીવ પંચપરમેષ્ઠી સાથે બેસીને સુખનાં ભોજન જમે છે.
* આત્માનો અનુભવ થતાં કર્મ તૂટી જાય છે, કર્મચેતના છૂટીને પરમ પદ સાથે
પ્રીતિ બંધાય છે. આત્માનો જે પરમસ્વભાવ, અને તેનું પરમાત્મ પદ, તેની સાથે
પ્રીતિ અનુભવવડે જોડાય છે. આવા અનુભવ સમાન બીજો કોઈ ધર્મ નથી.
આવા અનુભવધર્મથી સાધકપણું જયવંત છે. સ્વાનુભવ–ધર્મ વગર સાધકપણું
હોતું નથી.