Atmadharma magazine - Ank 332
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 49 of 56

background image
રાજકોટ શહેરના ભાવભીના પ્રવચનમાં
ગુરુદેવ કહે છે કે –
જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મામાં
અનંતી શક્તિ છે; તેની સન્મુખ થતાં અતીન્દ્રિ
આનંદનો અનુભવ થાય છે. આવી દશા પ્રગટે
તેનું નામ ધર્મ છે.
આત્માની શક્તિનું કાર્ય નિર્મળ છે; તે
રાગથી પાર છે. નિર્મળ ગુણ–પર્યાયનો પિંડ
આત્મા છે; એની અંદર દ્રષ્ટિ કરતાં આંખો
આત્મા નિર્વિકલ્પ અનુભવમાં આવે છે.
,
એને તું લક્ષમાં તો લે. અરે, આવા પરમ
સત્ય સ્વભાવની વાત સાંભળવા મહા
ભાગ્યથી મળે છે.. . અને તે સમજે એની તો
શી વાત?
શુદ્ધદ્રષ્ટિવાળા આસન્ન ભવ્ય જીવને
પોતાના અંતરમાં શુદ્ધ કારણ પરમાત્મા જ
ઉપાદેય છે; તેમાં સહજ સુખનો સાગર ઊછળે
છે. આવા ઉત્તમ સારભૂત સ્વતત્ત્વમાં તારી
બુદ્ધિને જોડ.