ભાઈ, આનંદનું ધામ એવો તારો
આત્મા છે. રાગથી પાર ધ્રુવ ચિદાનંદ
સ્વભાવ છે, તે સત્ છે, તેને દ્રષ્ટિમાં લે.
અંતરમાં સત્ સ્વભાવ ‘છે’ તેની આ
વાત છે.
•
બાપુ! આત્માનું કલ્યાણ કરવાની આ
મોસમ છે. જેમ મોસમ આવતાં ફળફૂલથી
વૃક્ષો ખીલી ઊઠે છે, સ્વાતિનાં બિંદુથી મોતી
પાકે છે, તેમ ચૈતન્યમાં સમ્યગ્દર્શનાદિ રત્નો
પાકવાની આ મોસમ છે.
•
રાગરહિત પવિત્ર પર્યાયો જેમાંથી
પ્રગટે એવી ચૈતન્યખાણ તો આત્મા છે. એની
સન્મુખ થતાં, ચૈતન્યના ઊંડા પાતાળમાંથી
શ્રદ્ધા–જ્ઞાન–આનંદની નિર્મળ પર્યાયો પ્રગટે
છે.
•
પ્રભો! તારી શક્તિઓ ઘણી ગંભીર
છે, એને બીજા કોઈની અપેક્ષા નથી. અનંત
શક્તિવાળા આત્માનો અનુભવ થયો તે
નિર્વિકલ્પ શુદ્ધપ્રમાણ છે; તેમાં રાગ નથી.
•