‘સમજાય છે કાંઈ?’ – આત્માની
સમજણ એ જ સાચો વિસામો છે, બાકી તો
બધું થોથા છે.
આ તો ભગવાનની “ ધ્વનિમાંથી
આવેલી વાત છે. સંતોએ આનંદના ખજાના
ખોલી દીધા છે. આ તો ધર્મની કમાણીનો
અવસર છે.
•
ચૈતન્યના સ્વભાવની તાકાત એવી છે
કે રાગના આલંબન વગર એક સમયમાં
ત્રણકાળ ત્રણલોકને જાણી લ્યે. આવા
ચૈતન્યપ્રાણથી ત્રિકાળ જીવનારો આત્મા છે.
•
પરની સન્મુખ જોયે ધર્મ થાય–એવું
સ્વરૂપ નથી; અંતરમાં તારા સ્વભાવની
સન્મુખ થતાં આત્મા પોતે પોતાની
નિર્મળપર્યાયને કરે છે. અતીન્દ્રિય આનંદનો
નાથ પોતે અંદર બિરાજે છે.
•
અહો, સર્વજ્ઞના આ મારગડા... એ
જગતથી જુદા છે. અંતરમાં સર્વજ્ઞ સ્વભાવની
સન્મુખ થતાં આનંદના અનુભવ સહિત
મોક્ષમાર્ગ અંદરથી જ પ્રગટે છે ભગવાન!
અંતરમાં નજર તો કર.
•