: જેઠ : ૨૪૯૭ આત્મધર્મ : ૩ :
* તારું જીવન આ શરીર – મન –ઈન્દ્રિયો કે આયુવડે નથી; આયુષ્ય તે તો
શરીરના સંયોગની સ્થિતિનું કારણ છે, એના વડે કાંઈ જીવ નથી ટકતો, જીવ તો
પોતાના ચૈતન્યજીવન વડે જીવે છે. આયુ તે જીવનું નથી. આયુ ખૂટતાં જીવ મરી
જતો નથી, તે તો ચૈતન્યપ્રાણવડે જીવતો છે.
* અરિહંત ભગવંતો અને સિદ્ધભગવંતો આવું ચૈતન્યજીવન જીવે છે, તે જ સાચું
જીવન છે –
તારું જીવન ખરું તારું જીવન....
જીવી જાણ્યું નેમનાથે જીવન....
જીવી રહ્યા છે સાચું આત્મજીવન....
* નેમનાથની જેમ આપણો આત્મા પણ ચૈતન્યજીવને જીવનારો છે; પોતાના
જીવન માટે, પોતાના અસ્તિત્વ માટે કોઈ બીજાની જરૂર તેને પડતી નથી.
* જીવને જીવત્વનું કારણ પોતાના ચૈતન્યમાત્ર ભાવપ્રાણ છે, અને તે ભાવપ્રાણને
ધારણ કરવાનું કારણ જીવત્વશક્તિ છે. આત્મા પોતાની જીવત્વશક્તિથી
ચૈતન્યમાત્ર ભાવપ્રાણને ધારણ કરીને સદાય જીવંત છે. આત્મા પોતે
‘જીવંતસ્વામી’ છે.
* સીમંધરપરમાત્માને વિદેહક્ષેત્રના જીવંતસ્વામી કહેવાય છે; જીવંત એટલે
વિદ્યમાન. તેમ જીવનશક્તિનો સ્વામી એવો જીવંતસ્વામી આત્મા પોતાના
ચૈતન્યપ્રાણવડે સદા વિદ્યમાન છે.
* જેમ સરોવર છોડીને મૃગલાં ઝાંઝવાં પાછળ દોડીદોડીને હાંફે તોપણ તેને પાણી
મળતું નથી, – ક્્યાંથી મળે? ત્યાં પાણી છે જ ક્્યાં? તેમ અનંતશક્તિના જળથી
ભરેલું નિર્મળ ચૈતન્ય સરોવર, – જે પોતે જ છે, તેને ભૂલીને ઝાંઝવા જેવા
રાગમાં જીવ દોડે છે, ને તેની પાછળ દોડી દોડીને દુઃખી થાય છે, સુખનો છાંટોય
એને મળતો નથી, – ક્્યાંથી મળે? રાગમાં સુખ છે જ ક્્યાં? બાપુ! સુખનું
સરોવર તો તારામાં છલોછલ ભર્યું છે, તેમાં જો.... તો તારા આત્મસરોવરમાંથી
તને સુખનાં અમૃત મળશે.... ને તારી તૃષા છીપશે.
* આત્મા અને રાગાદિભાવો, તેના સ્વાદમાં મોટો ફેર છે. પણ તે બંનેના સ્વાદને
જુદો પાડવારૂપ ભેદસંવેદનશક્તિ અજ્ઞાનીઓને બિડાઈ ગઈ છે, ને જ્ઞાનીને શુદ્ધ–