: ૮ : આત્મધર્મ : અષાઢ : ર૪૯૭
જ્યાં જ્યાં મુમુક્ષુમંડળ હોય ત્યાં સર્વત્ર ધ્યાન આપીને પ્રેરણા અને પ્રોત્સાહન આપી
રહ્યા છે.
આપણે જેઠ સુદ આઠમ સુધી આવ્યા.... અઢાર દિવસ વીત્યા, હવે બે જ
દિવસ બાકી રહ્યા... શિક્ષણવર્ગોની પરીક્ષાઓ ચાલુ થઈ ગઈ... બહારથી આવેલા
મુમુક્ષુઓ હવે જવાની તૈયારી કરતાં કરતાં જયપુરની યાદી માટે ચીજવસ્તુની ખરીદી
કરવા લાગ્યા. જૈનપુરી જયપુરમાં જેમ અનેક જિનબિંબો બિરાજે છે તેમ, ભારતમાં
નવા પ્રતિષ્ઠિત થતા જિનબિંબોનો મોટો ભાગ પણ જયપુરમાં જ બને છે; એ
વીતરાગી જિન મૂર્તિઓનો મોટો સંગ્રહ પણ જોવા લાયક છે.... એક સાથે સેંકડો –
હજારો જિનબિંબો જોતાં પ્રસન્નતા થાય છે. જયપુરના ઘણા મંદિરો ઝવેરી બજારની
આસપાસ આવેલાં છે. બડા મંદિર, દીવાનજીકા મંદિર, ઢોલિયાનમંદિર,
ચોવીસીમંદિર, ખાનીયામંદિર વગેરે અનેક મંદિરો દર્શનીય છે. ગુરુદેવ સાથે એ
મંદિરોનાં દર્શન કરતાં આનંદ થતો હતો.
૧પ૨ ગામના સાધર્મી મુમુક્ષુઓએ ઉત્સાહથી મંદિરો જોયા, ઉત્સાહથી
પ્રવચનો સાંભળ્યા, ઉત્સાહથી એકબીજાને મળ્યા, ઉત્સાહથી શિક્ષણવર્ગમાં ભણ્યા, ને
ઉત્સાહથી પરીક્ષાઓ પણ આપી; હવે શિક્ષણવર્ગમાં પાસ થવાનું પ્રમાણપત્ર તથા
ઈનામ લેવાના પ્રસંગે તો ઉત્સાહ હોય જ.... અને તે પણ ગુરુદેવના સુહસ્તે લેવાનો
પ્રસંગ એટલે વિશેષ ઉલ્લાસ હતો.
જેઠ સુદ નોમની રાત્રે શિક્ષણવર્ગના પ્રમાણપત્રોની વહેંચણી થઈ; કોઈ B.A.
કોઈ M.A. કોઈ એન્જીનીયર, કોઈ ન્યાયાધીશ – એમ અનેકવિધ લૌકિક વિદ્યાની
ઊંચી પદવી ધરાવનારા યુવાન ભાઈ – બહેનો જ્યારે પ્રમાણપત્ર લેવા ઊભા થતા
ત્યારે તેમના મુખ પર એવો અહોભાવ દેખાતો હતો કે અમારા લૌકિકભણતર કરતાં
આ અલૌકિક વીતરાગી તત્ત્વજ્ઞાન જ જીવનમાં ખરૂં ઉપયોગી છે. ભાઈઓને
પ્રમાણપત્રો તથા ઈનામના પુસ્તકો પૂ. ગુરુદેવના સુહસ્તે અપાતા હતા; ને બહેનોને
પ્રમાણપત્રો તથા પુસ્તકો પૂ. બેનશ્રી –બેનના સુહસ્તે અપાતા હતા.
ગામેગામના યુવા સુશિક્ષિત ઉત્સાહી જિજ્ઞાસુઓએ જે રીતે ઉત્તમ સંસ્કારથી
ધાર્મિક શિક્ષણમાં ભાગ લીધો એટલું જ નહિ, પોતપોતાના ગામમાં આવા વીતરાગ
વિજ્ઞાનનો પ્રચાર કરવા માટે જે તમન્ના ધરાવી રહ્યા છે, તે જૈનશાસનને માટે મહાન
ઉન્નતિની નિશાની છે; ને તે દેખીને આનંદ થાય છે, સર્વત્ર તાત્ત્વિક વિચારની
એકતાનું સુંદર વાતાવરણ હતું, સૌ પોત પોતાની જ્ઞાનસાધનામાં જ મશગુલ હતા,