સાત પ્રાચીન વિશાળ જિનમંદિરો છે ને તેમાં સેંકડો મૂર્તિઓ બિરાજમાન છે; તે પણ
દર્શનીય છે. આ ઉપરાંત જુની રાજધાની આમેરમાં પણ પ્રાચીન જિનમંદિરો દર્શનીય છે.
ભાઈ શ્રી ખીમચંદભાઈ જે. શેઠની અધ્યક્ષતામાં ૧પ૨ ગામના મુમુક્ષુઓએ અધ્યાત્મ
તત્ત્વજ્ઞાનના ખૂબજ પ્રચાર માટે ક્રાંતિકારી આંદોલનના સુંદર વિચારો રજુ કર્યાં હતા.
બધા જ વકતાઓએ ‘આત્મધર્મ’ માસિક દ્વારા પૂ. ગુરુદેવનો અધ્યાત્મસન્દેશ મળે છે
તેની પ્રશંસા કરી હતી, અને ‘આત્મધર્મ’ પ્રત્યે પણ ખૂબ જ લાગણી બતાવીને તેના
વધારે વિકાસની ભાવના વ્યક્ત કરી હતી. આત્મધર્મ પ્રત્યે ભારતના જિજ્ઞાસુઓને
કેટલો આદર તથા કેટલી ઊંડી લાગણી છે, અને તેના દ્વારા ભારતમાં કેટલો મહાન
પ્રચાર થઈ રહ્યો છે તે દેખીને આશ્ચર્ય થતું હતું. સોનગઢમાં બેઠા બેઠા આપણને
ખ્યાલ પણ ન હતો કે ગુરુદેવનો કેટલો બધો અધ્યાત્મપ્રભાવ ભારતમાં ફેલાઈ રહ્યો
છે, – તે અહીં જયપુરમાં નજરે જોવા મળ્યું છે.
સુવ્યવસ્થિત સુંદર પ્રચારકાર્ય ચાલી રહ્યું છે; આ પ્રસંગે ઉત્તર પ્રદેશ પણ જાગૃત બન્યો ને
ઉત્તર પ્રદેશીય મુમુક્ષુમંડળની સ્થાપના કરીને સંગઠિત પ્રચાર માટે યોજના વિચારવામાં
આવી; દક્ષિણ પ્રદેશમાંથી પણ ઉત્સાહી યુવાન તત્ત્વપ્રેમી કાર્યકરો જાગ્યા છે, છ ભાઈઓ
જયપુર આવેલા, ને કન્નડ ભાષામાં પ્રચાર માટે તમન્ના બતાવી હતી. જૈનબાળપોથી
વગેરે સાહિત્ય કન્નડ ભાષામાં પ્રકાશિત કરીને શેઠ શ્રી જાગુરાજજી તરફથી પ્રચાર
કરવામાં આવ્યો છે. (જિજ્ઞાસુઓને જાણીને આનંદ થશે કે કન્નડ – આવૃત્તિના પ્રકાશનની
સાથેસાથે જૈનબાળપોથીની કુલ પ્રત ‘એકલાખ’ નો આંકડો વટાવી ગઈ છે; જૈન
સાહિત્યમાં અત્યારે કદાચ આ પહેલું જ પુસ્તક છે કે જેની એકલાખ ઉપરાંત પ્રતો પ્રકાશિત
થઈ હોય.) આમ ભારતની ચારે દિશામાં ગુરુદેવના પ્રતાપે વીતરાગી તત્ત્વ જ્ઞાનનું
જોરદાર આંદોલન પ્રસરી રહ્યું છે... જ્ઞાન પ્રચારની મોટી ભરતી આવી છે. સાથે સાથે
આપણા સુયોગ્ય પ્રમુખશ્રી નવનીતલાલભાઈ ઝવેરી પણ જ્ઞાનપ્રચારની ખૂબ ભાવના
ધરાવે છે, અને માત્ર સોનગઢ – સંસ્થામાં જ નહિ પરંતુ ભારતના બધા ભાગોમાં