Atmadharma magazine - Ank 333
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 44

background image
: અષાઢ : ર૪૯૭ આત્મધર્મ : ૯ :
ન હતો ક્યાંય, વિખવાદ, કે ન હતો કોઈ વાદવિવાદ, ન હતી કોઈ શંકા – કુશંકા, –
સૌને હતું એક જ ધ્યેય કે કેમ આત્માનું હિત થાય! જ્યાં જુઓ ત્યાં પરસ્પર પ્રેમ
અને અનુમોદના હતા. ભિન્નભિન્ન દેશના સાધર્મીઓને દેખી દેખીને સૌ પ્રસન્ન
થતા હતા ને ધર્મ પ્રેમ માટે એકબીજાને ધન્યવાદ આપતા હતા. આ વાતાવરણ જોતાં
પૂજાની નીચેની કડી યાદ આવતી હતી –
તિસ થાન ધર્મ દૂજો ન કોય, જિનરાજ તણો ઈક ધર્મ હોય.
વળી અહીંનું વાતાવરણ જોઈને સૌરાષ્ટ્રના ઘણા જિજ્ઞાસુઓને એમ પણ થતું
કે અરે, સૌરાષ્ટ્રની આ મહાન અધ્યાત્મવિભૂતિ વડે જ્યારેે આખું ભારત જાગૃત બની
રહ્યું છે – ત્યારે સૌરાષ્ટ્ર તો જાણે ઊંધી રહ્યું છે! બે ત્રણ સ્થાનો સિવાય પાઠશાળા
પણ ક્્યાંય નિયમિત ચાલતી નથી, સ્વાધ્યાય – વાંચનમાં પણ ઢીલાશ દેખાય છે;
સૌરાષ્ટ્રના બંધુઓ – બહેનો! મુમુક્ષુ સાધર્મીઓ! સૌ જાગો... આપણા અમૂલ્ય
અધ્યાત્મ નિધાનનો લાભ લેવાના આ અવસરમાં ઊંઘો નહીં. બીજાઓ કરતાં
સૌરાષ્ટ્રની વધારે જવાબદારી છે. જયપુર–સંમેલનમાં જોયેલ મહાન સાધર્મીપ્રેમ,
જ્ઞાનની ઉત્કંઠા, જૈનધર્મના પરમ મહિમાપૂર્વક તેના પ્રચારની ભાવના – એ બધાયનું
અનુકરણ કરીને સૌરાષ્ટ્રમાં જૈનશાસનનો એવો મહાન જયજયકાર ગજાવો – કે
ભારતની ધાર્મિક રાજધાની તરીકે કે વધુ ઝળકી ઊઠે.
જયપુરમાં જેઠ સુદ દશમ આવી... વીસ દિવસનો જ્ઞાનયજ્ઞ આનંદ સાથે
સમાપ્ત થયો. ૨૦ દિવસના આ જ્ઞાન –મહોત્સવની ખુશાલીમાં જૈનધર્મપ્રભાવક
મહાન રથયાત્રા નીકળી હતી.
આગલી રાત્રે તો બે થી પાંચ વાગ્યા સુધી સખ્ત વાવાઝોડા સાથે ધોધમાર
વરસાદ વરસ્યો. છ વાગે તો ધામધૂમપૂર્વક રથયાત્રાની તૈયાર કરવાની હતી. વરસાદ
દેખીને જરાક ચિંતા પણ થતી હતી કે રથયાત્રાનું શું થશે? – પણ આ તો જૈન શાસનનો
પ્રભાવ! કુદરત જૈનશાસનને અનુકૂળ હતી... રાત્રે ધોધમાર વરસાદે જયપુરના ગંદા
રસ્તાઓ ધોઈને સાફ કરી નાંખ્યા, અને સવારમાં જયપુરની સખ્ત ગરમીને બદલે
શીતલમધુર વાતાવરણ સર્જી દીધું. આમ ઋતુ પોતે આશ્ચર્યકારી રીતે જિનેન્દ્ર ભગવાનની
સેવામાં અનુકૂળ થઈ ગઈ. ન વરસાદ.. ન ગરમી.. એવા શાંત સ્વચ્છ મધુર વાતાવરણ
વચ્ચે મહાન રથયાત્રામાં યાત્રિઓએ આનંદથી ભાગ લીધો. જાણે કે