વાતાવરણ સર્જીને તે વરસાદ બરાબર સમયસર અટકી ગયો. અને આનંદમય મધુર
વાતાવરણ વચ્ચે સવારમાં સાડા છ વાગતાં તો આખી નગરીમાં હર્ષોલ્લાસ ફેલાવતી ને
જૈનધર્મના જયજયકાર ગજાવતી રથયાત્રા શરૂ થઈ. શી ભવ્ય એ રથયાત્રા! અજમેરનો
ઐરાવત હાથી ને સફેદ ઘોડાવાળો સુંદર સોનેરી રથ આ રથયાત્રાની શોભા વધારવા
આવી પહોંચ્યા હતા. સોએક વર્ષ પહેલાંં બનેલો અજમેરનો આ રથ રાજસ્થાનમાં
પ્રસિદ્ધ છે, તેની શોભા સુંદર છે. તે રથમાં બેઠા ભગવાન.... ને તેને હાંકવા બેઠા
ગુરુકહાન! જિનરથના એ સારથી ખુશખુશાલ હતા... ને જૈનધર્મનો આવો મહાન
પ્રભાવ દેખીને હજારો હૈયા આનંદિત થતા હતા. અનેક બેન્ડવાજાં ને એકવીસ હાથી વડે
શોભતા એ ભવ્ય જુલુસમાં સૌથી મોખરે હાથીપર ગોદિકાજીના સુપુત્રો સુધીરભાઈ
અને સુશીલભાઈ ધર્મધ્વજ ફરકાવતા હતા. અજમેરી ગેઈટ પાસે મહાવીરપાર્કથી શરૂ
થઈને ત્રિપોલિયા બજાર, ઝવેરીબજાર અને બાપુબજાર તથા સાંગાનેરી દરવાજા –
રામલીલા મેદાન પાસે થઈને મ્યુઝીયમના વિશાળ પટાંગણમાં રથયાત્રા પૂરી થઈ, ત્યારે
એકસાથે એકવીસ હાથીઓ સૂંઢ વડે સલામી આપતા હતા. પચાસહજાર જેટલા દર્શકોની
ભીડથી મેદાન તો ઉભરાતું હતું, ને અદ્ભુત જયજયકારથી વાતાવરણ ગાજતું હતું.
ભક્તોની અપાર ભીડ આનંદથી રથયાત્રા ભાગ લેતી હતી, તો દર્શકોની મોટી ભીડથી
મોટામોટા મકાનોની અગાશીઓ ને અટારીઓ ચિકકાર હતી. પહોળા રસ્તાઓ માટે
જેની પ્રસિદ્ધિ છે એવા જયપુરના રસ્તાઓ પણ આજની રથયાત્રા માટે તો સાંકડા
પડતા હતા. તેમાંય ઝવેરીબજારમાંથી જ્યારે ભગવાનનો રથ પસાર થયો ત્યારે તો
અદ્ભુત દ્રશ્ય હતું. જાણે આખી જયપુરનગરી જૈનધર્મનો પ્રભાત જોવા ઉમટી પડી હતી.
જૈનશાસનના મહાન ઝગમગાટ પાસે ઝવેરીબજારનું ઝવેરાત પણ ઝાંખુ લાગતું હતું.
તેથી બિચારું ક્્યાંક સંતાઈને બેઠું હતું! અને કદાચ ખુલ્લું બેઠું હોત તોપણ ભગવાનના
રથની શોભા જોવામાં ને ભજન–ભક્તિમાં! મશગુલ ભક્તોને એ ઝવેરાત સામે
જોવાની ફૂરસદે ક્્યાં હતી? જૈનશાસનનો અને ગુરુદેવનો આવો અદ્ભુત પ્રભાવ
દેખીને પૂ. બેનશ્રી – બેન પણ ઘણો જ હર્ષોલ્લાસ વ્યક્ત કરતા હતા.....