: અષાઢ : ર૪૯૭ આત્મધર્મ : ૧૧ :
ઉપસંહારમાં એટલું કહેવાનું કે – વીતરાગી તત્ત્વજ્ઞાનના પ્રચાર માટે થયેલા
આ મહાન સંમેલનમાં બહારની પણ જે મોટી ધામધૂમ થઈ, – તેનો ખરો મહિમા
નથી, પણ જે તત્ત્વજ્ઞાનના પ્રચાર માટે આ બધું આયોજન કરવામાં આવે છે તે
તત્ત્વજ્ઞાનનો ખરો મહિમા છે.... અને એ તત્ત્વજ્ઞાનનો લાભ ગુરુદેવ પાસે સોનગઢમાં
નિરંતર પ્રાપ્ત થાય છે; માટે જે જિજ્ઞાસુઓ જયપુરની ધામધૂમ જોવામાં રહી ગયા
હોય તેઓ પણ તત્ત્વજ્ઞાનનો લાભ લઈને પોતાનું પ્રયોજન સફળ કરી શકે છે; અને
જેઓને જયપુરની ધામધૂમ નજરે જોઈ હોય તેઓએ પણ તત્ત્વજ્ઞાનનો મહિમા
લાવીને તેની ભાવના કરવા જેવું છે. વીતરાગી તત્ત્વજ્ઞાન આત્મામાં પરિણમીને
સ્વાનુભૂતિ થાય તે જ પરમ આનંદકારી અપૂર્વ મહોત્સવ છે.
જય હો....... આત્મહિતકારી વીતરાગી તત્ત્વજ્ઞાનનો.
જય હો.... એ તત્ત્વજ્ઞાનનો બોધ દેનારા ગુરુકહાનનો.
(ઈતિ શ્રી જયપુર–મહોત્સવ વર્ણન)
જેઠ સુદ ૧૧ની સવારમાં જયપુરમાં સીમંધર ભગવાનના દર્શન કરીને
ભાવભીની વિદાયપૂર્વક ગુરુદેવ ત્રીસ યાત્રિકો સહિત વિમાનમાં જયપુરથી અમદાવાદ
આવ્યા; અમદાવાદના ભવ્ય જિનાલયમાં બપોરે સમયસાર ગાથા ૧પ ઉપર પ્રવચન
તથા ભક્તિ કરીને સાંજે બગોદરા ગામે આવ્યા. ને બીજે દિવસે જેઠ સુદ ૧૨ ના
રોજ ભાવનગર પધાર્યા. ત્યાં ચાર દિવસ રહ્યા છે સમયસાર ગાથા ૭૨ ના
પ્રવચનમાં હજારો જિજ્ઞાસુઓએ લાભ લીધો. જુના દિગંબર મંદિરમાં ઉપર
ખડ્ગાસન ચંદ્રપ્રભુના શ્યામ પ્રતિમાજીની ભાવભીની મુદ્રા દેખીને ગુરુદેવ પ્રસન્ન
થયા.... જેઠ વદ બીજના રોજ ગુરુદેવ પુન: સોનગઢ પધાર્યા... સોનગઢમાં ગુરુદેવ
સુખ – શાંતિમાં બિરાજે છે; ને સવારે નિયમસાર શુદ્ધભાવઅધિકાર ઉપર તથા
બપોરે નાટક – સમયસારનાં નિર્જરાઅધિકાર ઉપર શાંત રસઝરતા પ્રવચનો ચાલે
છે... મધુર અધ્યાત્મ વાતાવરણમાં મુમુક્ષુઓ લાભ લઈ રહ્યા છે... આપ પણ લાભ
લેવા વેલા સોનગઢ પધારજો. – જય જિનેન્દ્ર!
[જયપુર–રથયાત્રાના ફોટા તારથી મંગાવેલ, પણ વખતસર આવી શક્્યા નથી.]