Atmadharma magazine - Ank 333
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 33 of 44

background image
: અષાઢ : ર૪૯૭ આત્મધર્મ : ૩૧ :
જયપુર – પ્રવચનો આપ વાંચી રહ્યા છો....... (પૃષ્ઠ ૧પ થી ચાલુ)
જ્ઞાયકભાવનો અનુભવ કરાવવા સમયસારની છઠ્ઠી ગાથામાં પયાર્યભેદોનો
નિષેધ કર્યો, એટલે પર્યાયભેદના લક્ષરૂપ વ્યવહાર છોડાવ્યો; ને સાતમી ગાથામાં
ગુણભેદના લક્ષરૂપ વ્યવહાર છોડાવ્યો છે. એ રીતે વ્યવહારથી પાર એકરૂપ જ્ઞાયક
ભાવનો નિર્વિકલ્પ અનુભવ થતાં શુદ્ધ આત્મા જણાય છે. આ રીતે ભેદરહિત
આત્માનો અનુભવ કરીને તેને શુદ્ધઆત્મા કહ્યો છે. વિકલ્પનો અને ભેદનો અનુભવ
તે અશુદ્ધતા છે; શુદ્ધઆત્માના અનુભવમાં તેનો અભાવ છે.
આવા આત્માનો અનુભવ થતાં ચોથું ગુણસ્થાન થયું, એટલે પોતામાં પોતાના
પરમાત્માનો ભેટો થયો. આ પરમાત્મામાં વિભાવ છે જ નહિ, એટલે તેની ચિંતા
પરમાત્મામાં નથી. આવા આત્માને અનુભવનાર ધર્મી કહે છે કે અહા, અમારું આવું
પરમાત્મતત્ત્વ! તેમાં વિભાવ છે જ ક્્યાં, – કે તેને ટાળવાની ચિંતા કરીએ? અમે તો
વિભાવથી પાર એવા અમારા આ પરમ તત્ત્વને જ અનુભવીએ છીએ. આવી
અનુભૂતિ તે જ મુક્તિને સ્પર્શે છે. આ સિવાય બીજી કોઈ રીતે મુક્તિ નથી – નથી.
જે શુદ્ધ પરમ તત્ત્વ છે તેના અનુભવમાં તો જ્ઞાન–દર્શન–ચારિત્ર–આનંદ બધું
સમાઈ જાય છે; પણ હું જ્ઞાન છું– હું દર્શન છું – હું ચારિત્ર છું – એવા વિકલ્પોનો
પરમતત્ત્વમાં પ્રવેશ નથી; તેથી આત્માને જ્ઞાન–દર્શન–ચારિત્રના ભેદથી કહેવો તે પણ
વ્યવહાર છે. એવા વ્યવહારના આશ્રયે વિકલ્પ થાય છે, શુદ્ધતત્ત્વ અનુભવમાં નથી
આવતું. અભેદના આશ્રયે શુદ્ધતત્ત્વનો નિર્વિકલ્પ અનુભવ થાય છે.
‘નીકટવર્તી શિષ્યને’ અભેદ સમજાવતાં વચ્ચે ભેદ આવી જાય છે.
શિષ્ય કેવો છે? – નીકટવર્તી છે. તેમાં બે પ્રકાર–
એક તો સ્વભાવની નજીક આવેલો છે ને હવે નજીકમાં જ સ્વભાવનો
અનુભવ કરવાનો છે, એટલે નીકટવર્તી છે
બીજું, સમજવાની ધગશપૂર્વક જ્ઞાની ગુરુની નીકટમાં આવ્યો છે, માટે
નીકટવર્તી છે.
– આમ ભાવથી અને દ્રવ્યથી બંને રીતે નીકટવર્તી છે.