: ૩૪ : આત્મધર્મ : અષાઢ : ર૪૯૭
વાણીમાં કે વિકલ્પમાં ક્્યાંય ન અટકતાં, શુદ્ધાત્મા ઉપર ટગટગ મીટ માંડીને જ્ઞાનને
તેમાં એકાગ્ર કર્યું, ત્યાં અતીન્દ્રિય જ્ઞાનતરંગ પ્રગટ્યા અને સાથે પરમ આનંદનો
અનુભવ થયો. – સમ્યગ્દર્શન થવાનું આ વર્ણન છે.
શ્રોતા – શિષ્ય એવો પાત્ર હતો કે ભેદની દ્રષ્ટિ છોડીને સીધો અભેદમાં ઘૂસી
ગયો.... ભેદનું – વ્યવહારનું – શુભનું આલંબન છોડવામાં એને સંકોચ ન થયો; શુદ્ધ
આત્માને લક્ષમાં લેતાં જ મહાન આનંદસહિત એવું નિર્મળજ્ઞાન ખીલ્યું કે બધા ભેદનું
– વ્યવહારનું –રાગનું આલંબન છૂટી ગયું જ્ઞાન અને રાગની અત્યંત ભિન્નતા
અનુભવમાં આવી ગઈ. જ્ઞાન સાથે આનંદ હોય છે; જેમાં આનંદનું વેદન નહીં તે
જ્ઞાન સાચું જ્ઞાન જ નથી. આનંદ વગરના એકલા જાણપણાને ખરેખર જ્ઞાન કહેતા
નથી. એકલું પરલક્ષી જ્ઞાન તે સાચું જ્ઞાન નથી.
શિષ્ય સીધો અભેદને પહોંચી શક્્યો ન હતો ત્યાં સુધી વચ્ચે ભેદ હતો, શ્રી
ગુરુએ પણ ભેદથી સમજાવ્યું, પણ તે ભેદ, ભેદનું આલંબન કરવા માટે ન હતો,
વકતાને કે શ્રોતાને કોઈને ભેદના આલંબનની બુદ્ધિ ન હતી, તેમનો અભિપ્રાય તો
અભેદ વસ્તુ જ બતાવવાનો અને તેનો જ અનુભવ કરવાનો હતો. તે અભિપ્રાયના
બળે જ્ઞાનને અંતરમાં અભેદ સ્વભાવમાં એકાગ્ર કરીને દર્શન–જ્ઞાન–ચારિત્રના ભેદનું
અવલંબન પણ છોડી દીધું.... ને તરત જ મહાન અતીન્દ્રિય આનંદ સહિત સમ્યગ્જ્ઞાનના
સુંદર તરંગ ખીલી ઊઠયા... સમ્યગ્દર્શન થયું, સમ્યગ્જ્ઞાન થયું, પરમ આનંદ થયો. આવી
નિર્વિકલ્પ અનુભૂતિસહિત શિષ્ય પોતાના આત્માનું શુદ્ધસ્વરૂપ સમજી ગયો.
–આવા ભાવથી સમયસાર સાંભળે તેને પણ નિર્વિકલ્પ આનંદના અનુભવ
સહિત સમ્યગ્દર્શન થાય જ. અહીં તો કહે છે કે– વાર ન લાગે, પણ તરત જ થાય.
પોતાના આત્માની પ્રાપ્તિ માટે જેને સાચી તૈયારી થાય તેને તરત જ તેની પ્રાપ્તિ થાય
જ; અરે, આકાશમાંથી ઊતરીને સંતો તેને શુદ્ધાત્માનું સ્વરૂપ સમજાવે. – જેમ
મહાવીરના જીવને સિંહના ભવમાં, અને ઋષભદેવના જીવને ભોગભૂમિના ભવમાં
સમ્યક્ત્વની તૈયારી થતાં ઉપરથી ગગનવિહારી મુનિઓએ ત્યાં ઊતરીને તેને આત્માનું
સ્વરૂપ સમજાવ્યું, ને તે જીવો પણ સમ્યગ્દર્શન પામ્યા. કેવી રીતે પામ્યા? – તે વાત
આ ગાથામાં સમજાવી છે. ભેદનું લક્ષ છોડી, અનંતધર્મથી અભેદ આત્મામાં જ્ઞાનને
એકાગ્ર કરતાં, નિર્વિકલ્પ આનંદના અનુભવસહિત સમ્યગ્દર્શન પામ્યા. સુંદર
બોધતરંગ ઉલ્લસ્યા. આ રીતે તત્કાળ સમ્યગ્દર્શન થવાની રીત સમજાવીને સંતોએ તો
માર્ગ સરલ કરી દીધો છે. (આપે વાંચ્યું जयपुरप्रवचन વિશેષ આવતા અંકે)