: ૮ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૭ :
વિપુલાચલ પર વીરનાથનો ઉપદેશ
વીરની એ વાણી કહે છે કે વાણી તરફનો
વિકલ્પ છોડીને તારા ચૈતન્યતત્ત્વને ધ્યાવ.
[અષાડ વદ એકમ (શાસ્ત્રીય શ્રાવણ વદ એકમ) ના પ્રવચનમાંથી]
અંતિમ તીર્થંકર મહાવીર ભગવાનને કેવળજ્ઞાન થયા પછી, રાજગૃહીનગરીમાં
વિપુલાચલ પર્વત પર ગણધરોની ઉપસ્થિતિમાં પહેલવહેલો દિવ્યધ્વનિ આજે છૂટયો, તે
ઝીલીને અનેક જીવો ભાવશ્રુતરૂપે પરિણમ્યા ને ધર્મ પામ્યા. ગણધરદેવે તે વાણી ઝીલીને
બારઅંગરૂપે રચના કરી. તેનો સાર આ નિયમસાર–સમયસારાદિ પરમાગમોમાં છે.
અહીં નિયમસાર કલશ ૯૨માં વચનગુપ્તિનું વર્ણન કરતાં કહે છે કે અહો ભવ્ય
જીવો! સમસ્ત વચનવિલાસથી પાર એવા શુદ્ધ સહજ ચૈતન્યથી વિલસતા આત્માનું
એકનું જ ધ્યાન કરવા જેવું છે. એના ધ્યાન વડે જ અનંત આનંદસુખની ખાણ પ્રાપ્ત
થાય છે.
જુઓ, આજે શાસનનું બેસતું વર્ષ છે, અને દિવ્ય વાણીનો મંગલ દિવસ છે; તે
વાણીમાં ભગવાને શું કહ્યું? વાણી તરફનું લક્ષ છોડવાનું તે વાણીએ કહ્યું; વાણીના
વિકલ્પોથી પાર સહજ ચૈતન્યતત્ત્વ અંતરમાં છે, તેની સન્મુખ થઈને તેને ધ્યાવો...વાણી
કે વિકલ્પ તે કાંઈ ધ્યેય નથી. ધ્યેય તો અંતરમાં ચિદાનંદ તત્ત્વ છે.
ભાઈ, આનંદની ખાણ તો તારા અંતરમાં છે; વાણીમાં કાંઈ તારો આનંદ નથી.
ભગવાનની વાણી પણ એમ કહે છે કે તું તારી સન્મુખ જો...અમારી સન્મુખ
(વાણીસન્મુખ, કે પરસન્મુખ) ન જો. મુક્તિનો ઉપાય તો અંતરમાં ચૈતન્યચમત્કારરૂપ
સ્વતત્ત્વનું ધ્યાન કરવું તે જ છે. બાકી તીર્થંકર–ભગવાન સામે જોવું તેમાં પણ વિકલ્પ
છે. આનંદરૂપ જે મોક્ષ તેનો માર્ગ