: શ્રાવણ : ૨૪૯૭ : આત્મધર્મ : ૯ :
તો સ્વદ્રવ્યાશ્રિત પોતામાં છે, પરના આશ્રયે મોક્ષનો માર્ગ નથી.
અરે જીવ! તું જગતની સામે કાં જો! અંતરમાં તારો ચૈતન્યભગવાન ચમત્કારિક
વસ્તુ બિરાજે છે તેની સામે જોને! તેને જોતાં તને શાંતિ અને આનંદ થશે. બાકી પરની
ચિંતન છોડીને પરતત્ત્વના વિકલ્પોમાં તો રાગ–દ્વેષરૂપ અંધકાર છે; ચૈતન્યપ્રકાશ તો
પોતાના સ્વરૂપના ધ્યાનમાં છે. એવું ધ્યાન થતાં વચન તરફના વિકલ્પો રહેતા નથી;
વચન તરફની બાહ્યવૃત્તિ જ નથી રહેતી, એટલે તેણે વચનનો ત્યાગ કર્યો એમ કહેવાય
છે. આવી વચન–ગુપ્તિ તે મુક્તિનું કારણ છે.
બાહ્ય અને અંતરના વચન–વિકલ્પોને છોડીને ઉપયોગને પરમાત્મસ્વરૂપમાં
જોડવો તે યોગ–સમાધિ છે; તે જ પરમાત્મસ્વરૂપને પ્રકાશનાર પ્રદીપ છે. વિકલ્પોમાં
પરમાત્મસ્વરૂપ નથી પ્રકાશતું. અરે, ભગવાનની વાણી તરફનો વિકલ્પ પણ જ્યાં
છોડવા જેવો કહ્યો ત્યાં બીજા બહારના વિકલ્પોની તો શી વાત! જો બહારના આશ્રયે
ધર્મ માનીને તે બહારની સામે જ જોયા કરે તો અંતરમાં પોતાની સામે ક્યારે જુએ? ને
પોતાના સ્વરૂપમાં ઉપયોગ જોડયા વગર ધર્મ કે સમાધિ–ગુપ્તિ ક્યાંથી થાય? માટે
જિનવાણીમાં એવો ઉપદેશ છે કે સમસ્ત વચનવિકલ્પોથી પાર થઈને અંતરમાં પોતાના
સહજ અતીન્દ્રિય ચૈતન્યતત્ત્વને એકને જ ધ્યાવો,–આ મોક્ષનો માર્ગ છે; આ વિપુલાચલ
પરથી વીરનાથનો ઉપદેશ છે.
* * * * *
કાયવિકારને એટલે કે સમસ્ત સંકલ્પ–વિકલ્પોને છોડીને જે ફરીફરીને
શુદ્ધાત્માની સમ્યક્ભાવના કરે છે, તેનો જ જન્મ સંસારમાં સફળ છે.
કાયાની મમતા છોડીને, અને તેના તરફનો વિકલ્પ પણ છોડીને
ચૈતન્યસ્વરૂપને ધ્યાવવામાં જે તત્પર છે તે ધર્માત્માને
ફરીને કાયા નહીં મળે; કાયાથી પાર એવા
અશરીરી સિદ્ધપદને તે પામશે.
*