Atmadharma magazine - Ank 334
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 44

background image
: ૧૦ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૭ :
સમ્યગ્દર્શનના આઠ અંગની કથા
સમકિતસહિત આચાર હી સંસારમેં ઈક સાર હૈ,
જિનને કિયા આચરણ ઉનકો નમન સોસો વાર હૈ;
ઉનકે ગુણોંકે કથનસે ગુણગ્રહણ કરના ચાહિએ,
અરૂ પાપિયોંકા હાલ સુનકે પાપ તજના ચાહિએ.
[પ્રથમ નિઃશંકઅંગમાં પ્રસિદ્ધ અંજનચોરની કથા, બીજી નિઃકાંક્ષઅંગમાં પ્રસિદ્ધ
સતી અનંતમતિની કથા, ત્રીજી નિર્વિચિકિત્સા–અંગમાં પ્રસિદ્ધ ઉદાયન
રાજાની કથા તથા ચોથી અમૂઢ દ્રષ્ટિ–અંગમાં પ્રસિદ્ધ રેવતીરાણીની
કથા આપે વાંચી; પાંચમી કથા આપ અહીં વાંચશો.]
(૫) ઉપગૂહન–અંગમાં પ્રસિદ્ધ જિનેન્દ્રભક્ત શેઠની કથા
પાદલિપ્તનગરમાં એક શેઠ રહેતા હતા; તેઓ મહાન જિનભક્ત હતા, સમ્યક્ત્વના
ધારક હતા, અને ધર્માત્માના ગુણોની વૃદ્ધિ તથા દોષોનું ઉપગૂહન કરવા માટે પ્રસિદ્ધ હતા.
પુણ્ય પ્રતાપે તેઓ ઘણાં વૈભવસંપન્ન હતા; તેમને સાત માળનો મહેલ હતો, તેમાં સૌથી
ઉપરના ભાવમાં એક અદ્ભુત ચૈત્યાલય બનાવ્યું હતું; તેમાં રત્નમાંથી બનાવેલ ભગવાન
પાર્શ્વનાથની મનોહર મૂર્તિ હતી, તેના ઉપર રત્નજડિત ત્રણ છત્ર હતા; તે છત્રમાં એક
નીલમરત્ન ઘણું જ કિંમતી હતું, અંધારામાં પણ તે ઝગઝગાટ કરતું હતું.
હવે સૌરાષ્ટ્રના પાટલિપુત્ર નગરનો રાજકુમાર–કે જેનું નામ સુવીર હતું અને
કુસંગને લીધે જે દૂરાચારી તેમ જ ચોર થઈ ગયો હતો, તેણે એકવાર શેઠનું જિનમંદિર
જોયું અને તેનું મન લલચાયું.–ભગવાનની ભક્તિથી નહિ, પરંતુ કિંમતી નીલમ રત્નની
ચોરી કરવાના ભાવથી.