: ૧૮ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૭ :
આત્માની જ રુચિ પુષ્ટ કરે છે. આનું નામ આત્માર્થિતા!
(કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ.)
–આવી આત્મરુચિ થાય ત્યારપછી જ ચારિત્ર હોય. ચારિત્ર એટલે આત્માના
આનંદમાં પ્રવેશ. આત્માના આનંદમાં પ્રવેશતાં જે વીતરાગ ચારિત્રરૂપ શુદ્ધભાવ
પ્રગટ્યો તે ધર્મ છે, રાગનો તેમાં અભાવ છે.
પરિણામ તે આત્માનો સ્વભાવ છે, તે પરિણામરૂપે આત્મા પોતે પરિણમે છે.
આત્મા પોતાના પરિણામમાં તે કાળે તન્મય થઈને પરિણમે છે, તેથી શુદ્ધચારિત્ર–
પરિણતિરૂપે થયેલો આત્મા પોતે જ ચારિત્ર છે. ચારિત્રપર્યાયવાળો આત્મા તે પોતે
ચારિત્ર છે; આત્માનું ચારિત્ર રાગમાં કે નગ્ન શરીરમાં નથી.
દેહથી ભિન્ન, રાગથી પાર જે પોતાનો શુદ્ધ આત્મા છે તે ધ્યેયને ધર્મી કદી ચુક્તા
નથી. આવા આત્માને ધ્યેય કરતાં અતીન્દ્રિય આનંદ થાય છે.
આત્મા સત્ વસ્તુ છે; વસ્તુ સ્વયમેવ પરિણામ–સ્વભાવવાળી છે. આત્માના
પરિણામ શુભ–અશુભ ને શુદ્ધ ત્રણ પ્રકારનાં છે; તેમાંથી જે કાળે જે પરિણામરૂપે આત્મા
પરિણમે છે તે કાળે તે પરિણામ સાથે તેને તન્મયપણું છે. તેમાથી શુભ ને અશુભ
પરિણતિ તો બંધનું કારણ થાય છે એટલે સંસારનું કારણ છે; ને શુદ્ધપરિણતિ તે ધર્મ છે,
તે મોક્ષનું કારણ છે.
સર્વજ્ઞની જેને શ્રદ્ધા થઈ તેને જ્ઞાનની રુચિ થઈ, જેને જ્ઞાનની રુચિ થઈ તેને
રાગની રુચિ તૂટી ગઈ, એટલે સંસાર છૂટી ગયો, ને મોક્ષમાર્ગ ખુલી ગયો; તેને હવે
અલ્પકાળમાં જ મોક્ષદશા થશે. અનંત ભવ તેને હોય નહીં. ભગવાન પણ એમ જ દેખે
છે કે આ જીવ જ્ઞાનસ્વભાવનો આરાધક થયો છે અને અલ્પકાળમાં મોક્ષ પામશે. આ
રીતે જ્ઞાનના નિર્ણયમાં મોક્ષમાર્ગનો પુરુષાર્થ છે.
જેને જ્ઞાનસ્વભાવની શ્રદ્ધા થઈ તેને કેવળજ્ઞાનની શ્રદ્ધા થઈ, કેમકે કેવળજ્ઞાન તો
જ્ઞાનશક્તિમાં પડ્યું છે. અને કેવળજ્ઞાનની શ્રદ્ધા થતાં જ રાગથી ભેદજ્ઞાન થઈ ગયું.
જ્ઞાનપર્યાય અંતર્મુખ થઈને જ્ઞાનસ્વભાવમાં ધૂસી ગઈ ત્યારે આ બધો નિર્ણય થયો, ને
તેમાં મોક્ષનો પુરુષાર્થ આવી ગયો.
ભગવાન અરિહંતદેવના આત્માનું સ્વરૂપ ઓળખીને પોતાના આત્મા સાથે તેની
મેળવણી કરતાં ધર્મીજીવ એમ જાણે છે કે–