*
ભગવાનને પૂરું જ્ઞાન છે ને રાગ જરાય નથી;
* મારી અવસ્થામાં જ્ઞાન અધૂરું છે ને રાગ છે, પણ મારો સ્વભાવ પૂર્ણ જ્ઞાન–
સ્વભાવી છે, અને આ રાગ તે મારું સ્વરૂપ નથી. રાગ અને જ્ઞાન બંને ભિન્ન–
ભિન્ન છે–આમ પોતામાં ભેદજ્ઞાન થાય છે.
અરિહંત ભગવાનના આત્માને જાણતાં પોતાના આત્મામાં–
જ્ઞાનસ્વભાવનો સ્વીકાર થાય છે, અને
સર્વે શુભાશુભનો નિષેધ થાય છે.
રાગાદિ પરભાવોનું કર્તૃત્વ છૂટે છે, અને
રાગથી રહિત ચૈતન્યભાવરૂપ પરિણમન થાય છે.
–આ રીતે સર્વજ્ઞ–અરિહંતદેવ જેવા પોતાના આત્મસ્વરૂપનો નિર્ણય કરીને
અંતર્મુખ થતાં નિર્વિકલ્પ સ્વાનુભૂતિ વડે મોક્ષમાર્ગ ઊઘડે છે.
‘જ્ઞાન તે આત્મા’ એવો ભેદ ‘આત્મા’ ને બતાવે છે.
‘જ્ઞાન તે આત્મા’ એવો ભેદ છે તેનું પણ લક્ષ છોડીને
અભેદ આત્માની અનુભૂતિમાં જવાનું છે.
‘રાગ તે આત્મા’ એમ ન કહ્યું; અથવા–
જ્ઞાન તે રાગ–એમ ન કહ્યું;
જ્ઞાન તે શરીર–એમ ન કહ્યું;
પણ બધા પરભાવોનો નિષેધ કરીને ‘જ્ઞાન તે આત્મા’ એમ કહીને શુદ્ધ
આત્માનું લક્ષ કરાવ્યું છે. જે આવું લક્ષ કરે તે વ્યવહાર દ્વારા પરમાર્થને સમજ્યો
કહેવાય. આ રીતે આચાર્ય ભગવાને શુદ્ધઆત્મવસ્તુનો અનુભવ કરાવ્યો છે.
અંતરમાં નિર્વિકલ્પ આત્મવસ્તુ પોત વિદ્યમાન છે. તેને અનુભવમાં લેવી એટલે કે
પોતે પોતાનો અનેભવ કરવો–તે કાંઈ અશક્્ય નથી. તે અનુભવ કેમ થાય? એ વાત
સમયસારની ૧૧ મી ગાથામાં બતાવી છે. આ ગાથાના ભાવમાં જૈનસિદ્ધાન્તનો પ્રાણ છે;
કેમકે સમ્યગ્દર્શનથી જ જૈનધર્મની શરૂઆત થાય છે અને તેની રીત આમાં બતાવે છે.
વ્યવહારનયનો વિષય અભૂતાર્થ છે;
શુદ્ધનયનો વિષય ભૂતાર્થ છે.