Atmadharma magazine - Ank 334
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 44

background image
: ૨૦ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૭ :
જેઓ શુદ્ધનયવડે ભૂતાર્થસ્વભાવને એટલે કે શુદ્ધઆત્માને અનુભવે છે તેઓ જ
સમ્યગ્દ્રષ્ટિ છે. શુદ્ધનયની આવી અનુભૂતિ તે જ સમ્યગ્દર્શન છે; તે જ સમ્યગ્દર્શન
પામવાની એકમાત્ર રીત છે, બીજી કોઈ રીત નથી.
*
સમ્યગ્દર્શનમાં વ્યવહારનયનો આશ્રય નથી, કેમકે વ્યવહારનય જે બતાવે છે તે
અભૂતાર્થ છે.
* સમ્યગ્દર્શનમાં શુદ્ધનયનો આશ્રય છે, કેમકે ભૂતાર્થસ્વભાવને દેખે છે. ભૂતાર્થ
અને શુદ્ધનય બંનેને અભેદ કરીને તેના આશ્રયે સમ્યગ્દર્શન કહ્યું છે.
શુદ્ધનયનો વિષય એવો નથી કે ન સમજાય! તેને કદાચ વચનાતીત કહેવાય, પણ
તે કાંઈ જ્ઞાનાતીત નથી, જ્ઞાનગમ્ય છે. જેને ધર્મ કરવો હોય, આત્માનું સ્વરૂપ સમજવું હોય
તેને અંતરમાં રાગથી ભિન્ન પોતાનું સ્વરૂપ અનુભવમાં આવી શકે છે, અને તે જ શુદ્ધનય
છે. અહીં તેને ભૂતાર્થ કહીને તેના જ આશ્રયે સમ્યગ્દર્શન કહ્યું છે. જેટલા ભેદભંગના
વિકલ્પો છે તે કોઈ સમ્યગ્દર્શનમાં નથી, સમ્યગ્દર્શનમાં તે બધાયનો નિષેધ છે.
વ્યવહારના જેટલા પ્રકારો છે તે બધાય આત્માના શુદ્ધસ્વભાવને નથી બતાવતા
પણ અભૂતાર્થ ભાવને બતાવે છે, તેથી તે નયને અભૂતાર્થ કહ્યો છે, ને તેના બતાવેલા
અભૂતાર્થભાવોના અનુભવ વડે શુદ્ધઆત્મા પ્રતીતમાં આવતો નથી એટલે સમ્યગ્દર્શન
થતું નથી. સમ્યગ્દર્શન તો આત્માના શુદ્ધસ્વભાવના અનુભવથી જ થાય છે, ને તે
શુદ્ધસ્વભાવને તો શુદ્ધનય દેખે છે. માટે શુદ્ધનયને ભૂતાર્થ કહ્યો છે ને તેના જ આશ્રયે
સમ્યગ્દર્શન કહ્યું છે.
આત્માને પરના સંબંધવાળો બતાવે, રાગાદિ અશુદ્ધભાવવાળો બતાવે, કે
પર્યાયભેદ કે ગુણગુણીભેદ પાડીને આત્મા બતાવે–તે બધાય પ્રકારના વ્યવહારનો આશ્રય
કરતાં શુદ્ધઆત્મા અનુભવમાં નથી આવતો, વિકલ્પો જ અનુભવમાં આવે છે, માટે તે
બધાય વ્યવહાર અભૂતાર્થ છે; –એક શુદ્ધનય જ ભૂતાર્થ છે; તે શુદ્ધઆત્માને ગુણ–
પર્યાયના ભેદ વગરનો, રાગ વગરનો ને પરના સંબંધ વગરનો અનુભવ કરાવે છે.
સમ્યગ્દર્શન પામવાની રીત શું છે તેની આ વાત છે. સમ્યગ્દર્શન તો અબંધ–ભાવ
છે, મોક્ષનું કારણ છે; તેણે અંતરમાં રાગથી પાર વીતરાગી અમૃતસાગર દેખ્યો છે, એના
સિવાય બીજે ક્યાંય એને પ્રેમ નથી,–આત્મબુદ્ધિ નથી. સમ્યગ્દ્રષ્ટિની પરિણતિ