Atmadharma magazine - Ank 334
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 44

background image
: ૨૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૭ :
શુદ્ધોપયોગ વડે થતું આવું અતીન્દ્રિય સુખ જ મારે સર્વથા પ્રાર્થનીય છે; એ સિવાય
સંસારમાં બીજું કાંઈ, પુણ્ય કે તેના ફળરૂપ સ્વર્ગાદિ પણ ઈચ્છવા યોગ્ય નથી, કેમકે તેમાં
કાંઈ આત્માનું સુખ નથી; પુણ્યમાં લીન થયેલા જીવો પણ આકુળતાની અગ્નિમાં બળી
રહ્યા છે, ને દુઃખી છે. સુખી તો શુદ્ધોપયોગી જીવો છે.
શુદ્ધોપયોગરૂપ થયેલો આત્મા તે જ ધર્મ છે; તે જ સુખી છે; તે જ કેવળજ્ઞાન
અને મોક્ષને સાધે છે. તેની પ્રાપ્તિ માટે ચેતનાથી ભિન્ન એવા અશુભ અને શુભ બધાય
કષાયભાવો અપાસ્ત કરવા જેવા છે, છોડવા જેવા છે.
“હું તો જગતનો સાક્ષી, સ્વયં સુખનો પિંડલો છું. તેમાં આકુળતા કેવી? મારા
સુખના અનુભવ માટે હું કોઈ બીજાને ગ્રહણ કરું કે કોઈને છોડું–એવું મારા સ્વરૂપમાં છે
જ નહિ. બહારના પદાર્થો સદા મારાથી છૂટેલા જુદા જ છે, તેનું ગ્રહણ કે ત્યાગ મારામાં
નથી. જ્ઞાન અને સુખસ્વરૂપ મારો આત્મા છે, તેમાં ઉપયોગની એકાગ્રતા થઈ ત્યાં
શુભાશુભ પણ છૂટી ગયા ને પરમ વીતરાગસુખનો અનુભવ રહ્યો. અહો, આવી
શુદ્ધોપયોગદશા જ પરમ પ્રશંસનીય છે.
મુનિધર્મ તો શુદ્ધોપયોગરૂપ છે; રાગરૂપ કાંઈ મુનિધર્મ નથી. પં. શ્રી ટોડરમલ્લજી
મુનિનું સ્વરૂપ બતાવતાં લખે છે કે जो विरागी होकर, समस्त परिग्रहका त्याग
करके शुद्धोपयोगरूप मुनिधर्म अंगीकार करके, अंतरमें शुद्धोपयोग द्वारा अपनेको
आपरूप अनुभव करते हैं
– આવી મુનિદશા છે; આવી મુનિદશા વગર મોક્ષ થતો નથી.
અહા, ધન્ય એનો અવતાર! ધન્ય એનું જીવન! તે મુનિઓ પરદ્રવ્યમાં અહંબુદ્ધિ ધારણ
કરતા નથી એટલે શરીરાદિ પરની ક્રિયાને પોતાની માનતા નથી, પોતાના
જ્ઞાનાદિકસ્વભાવને જ પોતાના માને છે. રાગાદિ પરભાવોમાં મમત્વ કરતા નથી
શુભરાગ થાય છે તેને પણ હેય જાણીને છોડવા માંગે છે. અશુભમાં ને શુભમાં બંનેમાં
આકુળતાના અંગારા છે; ચૈતન્યની શાંતિ તો શુદ્ધોપયોગમાં જ છે.
અહો, આત્માનું સુખ જે રાગથી પાર છે તેનો સ્વાદ જીવે પૂર્વે કદી અનાદિ–
સંસારમાં ચાખ્યો ન હતો. સમ્યગ્દર્શન થયું ત્યારે આત્માના અનુભવમાં તે અપૂર્વ
આહ્લાદરૂપ સુખનો સ્વાદ પહેલીવાર આવ્યો. ને પછી તેમાં લીનતા વડે શુદ્ધોપયોગથી
કેવળજ્ઞાન થતાં તો તે સુખ અતિશયપણે અનુભવમાં આવ્યું, આખો સુખનો દરિયો