: ૨૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૭ :
સ્વસત્તાની નિર્વિકલ્પ અનુભૂતિનું વર્ણન
[સમયસારનાટક મોક્ષદ્વાર ૨૩–૨૪]
સમ્યગ્દર્શન માટે આત્મસત્તાનો નિર્વિકલ્પ અનુભવ કરવાની અલૌકિક રીત
સમયસારમાં આચાર્યદેવે બતાવી છે. અહા, ચૈતન્યસત્તા તો આત્મા પોતે છે. જ્ઞાનનો
સૂર્ય આત્મસત્તામાં છે, તે જ્ઞાનસૂર્ય સ્વયમેવ પ્રકાશમાન છે; તે જ્ઞાનપ્રકાશમાં પોતાની
સ્વસત્તા સિવાય બીજું કોઈ સાધન નથી. કોઈ શાસ્ત્રમાંથી, કોઈ ગુરુકૃપામાંથી કોઈ
ઉપદેશમાંથી કે બીજે ક્્યાંયથી પણ જ્ઞાન આવશે. એમ જે માને છે તે સ્વસત્તાના
ચૈતન્યસૂર્યને દેખતો નથી. બાપુ! તારી સ્વસત્તાને તો જો. જ્ઞાનનો પ્રકાશ ને અમૃત જેવું
અતીન્દ્રિયસુખ તારી સત્તામાં ભર્યું છે, ક્યાંય બહારથી લાવવાનું નથી.
અશુભ કે શુભ બધાય કષાયોથી પાર અંદર આનંદનો સાગર ઉછળી રહ્યો છે, તે જ
તારી સ્વસત્તા છે, આવી પોતાની સ્વસત્તાનો વિશ્વાસ કરતાં સમ્યગ્દર્શન થાય છે; તે
સમ્યગ્દર્શન થતાં સમ્યગ્જ્ઞાન સહિત સાચા આનંદનો નમૂનો આત્મામાં આવી જાય છે. પણ
સ્વસત્તાની પ્રતીત કર્યા વગર, પરસત્તામાંથી કંઈ પણ લેવા માગે તે તો બિચારા
પરાધીનપણે અશુભ કે શુભ કલ્પનાઓ વડે દુઃખી છે. અરે, વિકલ્પોથી પરાઙમુખ થયા વિના
અને સ્વસત્તાની સન્મુખ થયા વગર સમ્યગ્દર્શન ક્યાંથી થાય? ત્રણ લોકના નાથ કહે છે કે
તારી સ્વસત્તાની સન્મુખ તું થયા વગર તને સમ્યગ્દર્શન કરાવવા અમે કોઈ સમર્થ નથી.
સંભાળ રે સાંભળ પ્રભુ! તારા નિધાન તારી પાસે જ છે. તારી ચૈતન્ય–સ્વાધીન સત્તામાં
દેવ–ગુરુ–શાસ્ત્ર પાસે કાંઈ પણ કરાવવા માંગીશ તો તારી ચૈતન્યસત્તાને તું ભૂલીશ; ને
પરસત્તાનો તું ચોર બનીશ. કેમકે પરની જે સત્તા તારામાં નથી તેને તેં ગ્રહણ કરી.....પારકી
વસ્તુ ગ્રહે તો ચોર કહેવાય. ‘सत्ताते निकसी और ग्रहे सोई चोर है।’
અને જે પરદ્રવ્યને જરાપણ ગ્રહતો નથી ને સ્વસત્તાની સમાધિમાં જ રહે છે તે
સાધુપુરુષ છે, તે સજ્જન ધર્માત્મા છે, તે સમ્યગ્દ્રષ્ટિ છે.
તે સમ્યગ્દ્રષ્ટિ આત્મસત્તાનો નિર્વિકલ્પ અનુભવ કરે છે, તે વાત ૨૪મા શ્લોકમાં
રહે છે–
જે પરમઅદ્ભુત ચૈતન્યસત્તા,––તેની અનુભવદશા નિર્વિકલ્પ છે, તેમાં કોઈ
રાગ–દ્વેષ નથી, તેમાં કોઈ સ્થાપન–ઉત્થાપન નથી, તેમાં ગુરુ–શિષ્યના વિકલ્પો નથી,