: ભાદ્રપદ : ૨૪૯૭ આત્મધર્મ : ૯ :
૫૬ એક ઈન્દ્ર પોતાના બે સાગરોપમના આયુકાળમાં અસંખ્યાતા તીર્થંકર ભગવંતોના
પંચકલ્યાણક ઊજવે છે; અસંખ્યાત તીર્થંકરોના શ્રીમુખેથી આવા પરમતત્ત્વની
વાત બહુમાનપૂર્વક સાંભળે છે. –એવું આ પરમાત્મતત્ત્વ મહાન ભાગ્યે જીવોને
સાંભળવા મળે છે.
૫૭ –અને આવા તત્ત્વનું સમ્યક્ભાન તથા અનુભવ કરે તે તો કૃતકૃત્ય થઈ જાય છે.
માટે હે જીવો! અંતર્મુખ થઈને તમે તમારા આવા તત્ત્વને અનુભવમાં લ્યો–એવો
ઉપદેશ છે.
૫૮ અંતરમાં ચૈતન્યરસને ચાખ્યા પછી હવે અમારું ચિત્ત બીજે ક્યાંય લાગતું નથી...
ચિત્ત ચૈતન્યમાં જ સંલગ્ન છે. નિજસ્વરૂપમાં લાગેલા ચિત્તને પરની ચિંતા કરવાની
નવરાશ જ ક્યાં છે!
આ ૫૮ મંગલરત્નોના મનનવડે મુમુક્ષુઓ ભગવતી ચેતનાને પ્રાપ્ત કરો.
[ચૈતન્યઅનુભૂતિવંત...જ્ઞાનચેતનાપરિણત...ધર્માત્માઓને તદાકાર નમસ્કાર.]
(બ્ર. હ. જૈન)
* * * * *
* ‘મને સમતા છે’ *
સૌ જીવમાં સમતા મને, કો સાથ વેર મને નહીં;
આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની.
* જેણે સમસ્ત ઇંદ્રિયોના વ્યાપારને છોડ્યો છે એવા મને ભેદ–વિજ્ઞાનીઓ
તેમજ અજ્ઞાનીઓ પ્રત્યે સમતા છે.
* મિત્ર કે શત્રુરૂપ પરિણતિના અભાવને લીધે મને કોઈ પ્રાણી સાથે વેર નથી.
* સહજ વૈરાગ્ય પરિણતિને લીધે મને કોઈ પણ આશા વર્તતી નથી.
* પરમ સમરસી ભાવસંયુક્ત પરમ સમાધિનો હું આશ્રય કરું છું.