સમ્યગ્જ્ઞાન–કિરણનો પ્રકાશ પ્રગટ્યો છે; તે પોતાના જ્ઞાનકિરણથી દેહાદિની ક્રિયાને
અત્યંત જુદી જાણે છે. દેહની દશાને આત્માની માનતા નથી. છતાં મુનિદશા હોય ત્યાં
દેહની દિગમ્બર–દશા જ હોય છે, તે જ પ્રમાણ છે. જ્ઞાનીના અંતરમાં મોક્ષની કણિકા
જાગી છે, શાંતભાવ જાગ્યો છે, તેના વડે તે મોક્ષમાર્ગસન્મુખ વર્તી રહ્યા છે. સમ્યગ્દ્રષ્ટિ
ગૃહસ્થ હોય ને બાહ્યમાં ત્યાગી ન હોય, મુનિદશા ન હોય તોપણ તે પોતાને જ્ઞાનમય
અનુભવતો થકો મોક્ષમાર્ગની સન્મુખ જ છે.
બંધભાવથી ભિન્ન એવા પોતાના ચિદાનન્દ–તત્ત્વને તે ઓળખતો નથી. બાહ્યચારિત્ર
તથા શુભરાગ હોય તેને જ તે પોતાનું સ્વરૂપ માને છે, તેને જ મોક્ષનું સાધન માને છે,
પણ પોતાના સાચા સ્વરૂપને અને મોક્ષના સાચા કારણને તે જાણતો નથી. અહા,
મોક્ષનો માર્ગ તો અંતરમાં આત્માની અનુભૂતિરૂપ છે. આવી આત્મઅનુભૂતિ થઈ તે
વચનાતીત છે, તે સમયસાર છે, તેનાથી બીજું ઊંચું કાંઈ નથી. અહા, અધિક શું કહેવું?
અનુભૂતિ તે વચનમાં આવતી નથી, માટે વચનવિકલ્પોથી બસ થાઓ! એ તો બધા
દુર્વિકલ્પ છે. આત્માનો