Atmadharma magazine - Ank 335
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 44

background image
: ભાદ્રપદ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૧ :
પરમાર્થ તો સ્વાનુભવમાં જ સમાય છે. તેથી આચાર્યદેવ કહે છે કે–
અરે, જિનવચનનો વિસ્તાર તો અગાધ અપાર છે, તે વાણીથી તો કેટલું કહેવાય?
અનુભવમાં આવે તેટલું વચનમાં આવે પણ નહીં. સ્વાનુભવગમ્ય વસ્તુનો પાર વચનના
વિકલ્પથી કેમ આવે? માટે વચનવિકલ્પ છોડીને અમે તો સ્વાનુભવમાં જ રહેવા ઈચ્છીએ
છીએ. આત્માનું શુદ્ધ–બુદ્ધ–ચૈતન્યઘન સ્વરૂપ વર્ણવીને છેવટે શ્રીમદ્ રાજચન્દ્ર કહે છે કે–
નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય,
ધરી મૌનતા એમ કહી, સહજ સમાધિમાંય.
બહુ બોલવાથી, બહુ વિકલ્પોથી કાંઈ ઈષ્ટસિદ્ધિ નથી, માટે ચૂપ રહેવું જ ભલું છે,
એટલે અંદર પણ વિકલ્પથી પાર થવાનો અભ્યાસ કરીને સ્વાનુભવ કરવો તે જ તાત્પર્ય
છે. સમ્યગ્દર્શન પ્રગટ કરવામાં પણ પ્રથમ આત્માનો અનુભવ છે; તે અનુભવ કરે ત્યારે જ
સમ્યગ્દર્શન થાય છે. બાકી વચન વડે કે વિકલ્પો વડે આત્માનો પાર પમાય તેવું નથી.
બહુ બોલવાથી શું ઈષ્ટ છે? માટે ચૂપ રહેવું જ ભલું છે. જેટલું પ્રયોજન હોય
એટલા જ ઉત્તમવચન બોલવા; શાસ્ત્ર તરફના અનેક અભ્યાસમાં પણ જે વિકલ્પ છે
તેનાથી કાર્યસિદ્ધિ થતી નથી. માટે વચનનો બકવાદ ને વિકલ્પોની જાળ છોડીને,
વિકલ્પથી જુદી એવી જ્ઞાચેતનાવડે શુદ્ધ પરમાત્માના અનુભવનો અભ્યાસ કરવો તે જ
ઈષ્ટ છે, તે જ મોક્ષનો પંથ છે, તે જ પરમાર્થં છે. આત્માનો જેટલો અનુભવ છે તેટલો જ
પરમાર્થ છે, બીજું કાંઈ પરમાર્થ નથી એટલે કે મોક્ષનું કારણ નથી.
શુદ્ધાતમ–અનુભવ ક્રિયા, શુદ્ધ જ્ઞાન–દ્રગ દૌર;
મુક્તિપંથ સાધન યહૈ વાગજાલ સબ ઔર.
શુદ્ધાત્માના અનુભવરૂપ જે ક્રિયા છે તે જ શુદ્ધ જ્ઞાન–દર્શન અને ચારિત્ર છે, તે
જ મોક્ષપંથ છે, તે જ મોક્ષનું સાધન છે. એ સિવાય બધી વિકલ્પજાળ છે. જેણે આવા
આત્માનો અનુભવ કરતાં આવડયું તેને બધું આવડી ગયું.
અરે, તિર્યંચાદિક જીવોને શાસ્ત્રનું જાણપણું ન હોય છતાં અંતરના વેદનમાં રાગ અને
આત્માના ચૈતન્યસ્વાદની ભિન્નતા ઓળખીને, ‘આ મારો આત્મા જ આનંદસ્વરૂપ છે’ એવું
અંતરમાં વેદન કર્યું તેમાં બધાય શાસ્ત્રોનો સાર આવી ગયો, તેમાં મોક્ષમાર્ગ આવી ગયો. આવો
આત્મા અનુભવમાં આવ્યો તે પોતે આનંદમય જગતચક્ષુ છે.–આવા આત્માના અનુભવમાં જ
મોક્ષમાર્ગ સમાય છે. આવા આત્માનો અનુભવ અમે કરીએ છીએ, તમે પણ કરો.