Atmadharma magazine - Ank 335
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 44

background image
: ભાદ્રપદ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૩ :
ઘર કેટલે? તો કહે છે કે ‘દીવો બળે એટલે’ અર્થાત્ ચૈતન્યની જ્યોતિ જ્યાં ઝળહળ
ઝળકે છે તે આત્માનું ઘર છે. સ્વાનુભવરૂપી ચૈતન્યદીવા વડે આત્મા પ્રત્યક્ષગોચર થાય
છે. આવું નિર્દોષ સહજ ચૈતન્યતત્ત્વ અત્યંત જયવંત છે.
ચૈતન્યતત્ત્વ પોતાના સુખરૂપી સુધાસાગરમાં સદા લીન છે. અહો, આત્મામાં
સુખનો સમુદ્ર સદાય ભરપૂર છે, જેની સામે નજર કરતાં જ પોતામાં અપૂર્વ સમ્યકત્વનો
અમૃતસાગર પ્રગટે છે ને મિથ્યાત્વનું ઝેર ઊતરી જાય છે. પરમ ગુરુ દ્વારા ભવ્યજીવોએ
આવા શુદ્ધઆત્માને જાણ્યો છે, ને શાશ્વત સુખને અનુભવ્યું છે. અહો! એકલા સુખથી જ
ભરેલા કોઈ અદ્ભુત સહજ તત્ત્વને હું પણ અતિ અપૂર્વ રીતે સદાય ભાવું છું. મારા
તત્ત્વને અનુભવીને તેને જ હું ભાવું છું.
અહા, જગતમાં આવા સહજ ચૈતન્યતત્ત્વને ભાવનારા–અનુભવનારા સંત–
ધર્માત્માઓ તો શ્રેષ્ઠ છે, જગતની સ્પૃહા તેમને નથી, ઈન્દ્ર અને ચક્રવર્તીની વિભૂતિની
પણ જેની પાસે કાંઈ જ ગણતરી નથી, એવી સાચી ચૈતન્યવિભૂતિ તેમણે પ્રાપ્ત કરી છે.
પૈસા વગેરે પરિગ્રહ ન હોવા છતાં એ વીતરાગી સંતો ગરીબ નથી, એ તો પરમેષ્ઠી
પરમેશ્વર ભગવાન છે. સહજ ચૈતન્યતત્ત્વથી ઊંચો વૈભવ જગતમાં બીજો કોઈ નથી.
એવા તત્ત્વની ભાવનાવાળા સંતોને અમે પ્રણમીએ છીએ, અને અમે પણ એવા જ
સહજ તત્ત્વને ભાવીએ છીએ, અનુભવીએ છીએ. આવી અનુભૂતિ તે માર્ગ છે. ઉત્તમ
ક્ષમાદિ બધા વીતરાગી ધર્મો આવા અનુભવમાં જ સમાય છે. એમાં કોઈ કોલાહલ નથી,
કોઈ કલેશ નથી, એ જ અભેદ મુક્તિમાર્ગ છે. તેથી–‘નિજભાવથી ભિન્ન એવા સકળ
વિભાવને છોડીને એક નિર્મલ ચૈતન્યમાત્ર તત્ત્વને હું ભાવું છું,–તેના શ્રદ્ધા–જ્ઞાન–
અનુભવમાં એકાગ્ર થાઉં છું. સંસારસાગરને તરી જવા માટે આવા અભેદ મુક્તિમાર્ગને
હું નિત્ય નમું છું...એટલે કે ચૈતન્યભાવના વડે હું પણ એ જ માર્ગે જાઉં છું.
* ગુણમાં દોષ નથી *
રાગ તે દોષ છે, જ્ઞાન લક્ષણથી લક્ષિત આત્મામાં તેનો સમાવેશ
થતો નથી; રાગ ભલે શુભ હો–પણ તેનો સમાવેશ જ્ઞાનમાં થતો નથી,
જ્ઞાનની પર્યાયમાં પણ રાગ નથી. જ્ઞાનના પરિણમનમાં અનંત ગુણની
નિર્મળપર્યાયો સમાય, પણ જ્ઞાનના પરિણમનમાં રાગ ન સમાય.
આવા જ્ઞાન પરિણમનને આત્મા કહીએ છીએ, રાગને આત્મા કહેતા
નથી. આવા આત્માને જાણે–માને–અનુભવે તે મોક્ષનો માર્ગ છે. *