Atmadharma magazine - Ank 335
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 44

background image
: ભાદ્રપદ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૫ :
જે વીતરાગી સમરસ થાય છે તે પરમાર્થ વીતરાગી કરૂણારસ છે.
(૪) હાસ્યરસ–લૌકિકમાં કોઈ વિચિત્ર વસ્તુને દેખીને આનંદનો ઉલ્લાસ ને
હાસ્ય આવે તે લૌકિક હાસ્યરસ છે. અને ચૈતન્યના સ્વભાવ પ્રત્યે વીર્યનો અપૂર્વ
ઉલ્લાસ આવે, અનુભવની અપૂર્વતાનો આનંદ આવે, એવો જે અનુભવના ઉત્સાહરૂપ
રસ છે તે પરમાર્થ હાસ્યરસ છે, તેમાં આત્માનો સાચો આનંદ છે.
(૫) રૌદ્રરસ–સ્વાનુભવના બળવડે આત્માની ચૈતન્યદશા એવી ઉગ્ર થાય કે આઠ
કર્મોનો ભૂક્કો બોલાવી દ્યે–તેનું નામ રૌદ્રરસ છે. લૌકિકમાં લડાઈ વગેરેમાં તીવ્ર ક્રોધથી
દુશ્મનને મારી નાંખે તેવા ભાવને લોકો રૌદ્રરસ કહે છે, તે તો પાપ છે. આ ચૈતન્યનો
વીતરાગી રૌદ્રરસ તો એવો છે કે કર્મોને નષ્ટ કરીને, આત્માને પરમ શાંતરસમાં લીન કરે.
(૬) બીભત્સરસ–લોકમાં અપવિત્ર ગ્લાની ઉપજાવે તેવા પદાર્થને બીભત્સ કહે
છે, તેને જોતાં અણગમો ઉપજે છે, તે બીભત્સરસ કહેવાય છે. અહીં કહે છે કે શરીરની
અશુચિતાનો વિચાર કરવો, તે બીભત્સરસ છે. એકલા શરીરના વિચારની વાત નથી,
પણ શરીર તો માંસાદિનું ઘર છે એમ તેનું સ્વરૂપ વિચારી, તેનાથી વિરક્ત થઈ, તેનાથી
ભિન્ન એવા ચિદાનંદ સ્વરૂપમાં વળવું, તે શરીરને બીભત્સ જાણવાનું ફળ છે. એકલું
બીભત્સપણું વિચારીને દ્વેષ કરવા માટે વાત નથી, પણ તેનાથી ભિન્ન એવા પવિત્રધામ
આત્મામાં વળીને વીતરાગરસનું વેદન કરવાની વાત છે.
(૭) ભયાનકરસ–લોકો તો સિંહ–વાઘ–સર્પ–રાક્ષસ–ચોર વગેરેને જોતાં ભય
પામે છે. તેની અહીં વાત નથી. અહીં તો કહે છે કે તારે ભયભીત થવું હોય તો જન્મ–
મરણથી ભયભીત થા...ને તેનાથી છૂટવા ચૈતન્યનું શરણ લે. જન્મ–મરણાદિના કે
નરકાદિના ભયંકર દુઃખોનું ચિંતન કરીને તેનાથી છૂટવાનો ઉપાય કરવો. તે નરકાદિના
દુઃખોની ભયાનકતાનું ચિંતન તે ભયાનકરસ છે. અરે, આવા ભયંકર દુઃખો મેં
ભોગવ્યા. હવે તેનાથી છૂટવા ચૈતન્યના શાંતરસનો અનુભવ કરૂં. –એમ ધર્મી આત્માના
સ્વભાવમાં વળે છે. તેથી યોગસારમાં કહ્યું છે કે–
ચાર ગતિ દુઃખથી ડરે તો તજ સૌ પરભાવ;
શુદ્ધાતમ ચિંતન કરી શિવસુખનો લે લ્હાવ.
(૮) અદ્ભુતરસ–આત્માની અનંત શક્તિનું ચિંતન કરવું તે અદ્ભુતરસ છે.
અહો! મારા આત્માની અનંત શક્તિનો વૈભવ કોઈ અદ્ભુત છે; અદ્ભુતથી પણ