Atmadharma magazine - Ank 335
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 44

background image
: ૧૬ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૯૭
અદ્ભુત તેનો મહિમા છે – આમ નિજશક્તિના અદ્ભુત મહિમાના ચિંતનમાં આત્માનો
અદ્ભુતરસ છે. બહારમાં કાંઈક નવી ચીજ દેખે ત્યાં લોકોને તેમાં અદ્ભુતતા લાગે છે ને
તે આશ્ચર્ય પામે છે.–બાપુ! તારા ચૈતન્યની અદ્ભુતતાને જાણ્યા પછી તને બીજા કોઈની
અદ્ભુતતા નહીં લાગે. અરે ચૈતન્યની અદ્ભુતતા તો દેખ! એક પર્યાયમાં રાગ–દ્વેષ
વગર અનંત પદાર્થોને એક સાથે જાણી લ્યે–એવી એની તાકાત છે. ત્રણકાળ ત્રણલોકને
જાણવા છતાં કેવળીને ક્યાંય આશ્ચર્ય થતું નથી; આશ્ચર્યકારી એવા ચૈતન્યના મહિમામાં
એવા લીન છે કે હવે જગત સંબંધી કાંઈ આશ્ચર્ય રહ્યું નથી. આવા આશ્ચર્યકારી
ચૈતન્યના અદ્ભુતરસને ચાખ તો ખરો! અરે, આત્માની અનંત શક્તિનું ચિંતન કર..
તેમાં પણ તને અદ્ભુતતા લાગશે. અનંતશક્તિના સ્વાદથી ભરપૂર અદ્ભૂત ચૈતન્યરસ
જેણે ચાખ્યો તેને જગતના કોઈ રસમાં આશ્ચર્ય કે અદ્ભુતતા લાગતી નથી. અહો,
ચૈતન્યની અનુભૂતિમા જે અદ્ભુત રસ છે તેનું શું કહેવું! એ તો ઈન્દ્રિયાતીત છે.
(૯) શાંતરસ–દ્રઢ વૈરાગ્ય પરિણામમાં એકાગ્રતા તે શાંતરસ છે. પરભાવોથી
વિરક્ત થઈને ચૈતન્યની સ્વસન્મુખ થતાં સ્વાનુભવમાં જે રસ આવે તે અપૂર્વ શાંતરસ
છે. તે શાંતરસમાં બધા ગુણોનો વીતરાગી રસ સમાય છે. આવો શાંતરસ અનુભવમાં
આવે તે જ આ સમયસારનું ફળ છે.–
‘વચનામૃત વીતરાગનાં પરમશાંતરસ–મૂળ. ’
અહો, આત્માનો શાંતરસ! જગતના કોઈ વિષયમાં એવો શાંતરસ નથી. જેમાં
રાગ–દ્વેષની આકુળતા નથી; પરથી અત્યંત પરાંગ્મુખ થઈને દ્રઢ વૈરાગ્યપરિણામથી
અંતરમાં એકાગ્ર થતાં ચૈતન્યના અચિંત્ય શાંતરસનું વેદન થાય છે.
–આ પ્રમાણે સંસારના રસથી જુદા એવા અધ્યાત્મ નવરસ કહ્યા. જ્યારે હૃદયમાં
સમ્યગ્જ્ઞાન થાય છે ત્યારે આ પ્રકારે નવે રસનો વિલાસ તેમાં પ્રકાશે છે. અરે, અનંત
ગુણના રસનો અત્યંત મધુર સ્વાદ તેમાં સમાય છે. બધા ગુણોનો સ્વાદ
સ્વાનુભવરસમાં સમાય છે. –આ રીતે જ્ઞાનીનું જ્ઞાન નવરસથી ભરપૂર છે, એટલે કે
રસવાળું છે–સરસ છે.
प्रगटरूप संसारमे नव रस नाटक होइ।
नवरस गर्भित ज्ञानमें विरला जाने कोई।।
(અનુસંધાન પૃષ્ઠ ૩૪ ઉપર)