: ભાદ્રપદ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૭ :
સમ્યક્ત્વધારક જીવની દશાનો અદ્ભુત મહિમા;
તેને આઠ મદના અભાવનું ભાવભીનું વર્ણન
સમ્યગ્દ્રષ્ટિ જીવની પરિણતિ કોઈ અચિંત્ય છે;
તેને આઠ ગુણનું પાલન હોય છે; તે આઠ અંગ સંબંધી
કથાઓ આપ હાલમાં આત્મધર્મમાં વાંચી જ રહ્યા છો,
આવતા અંકે તે કથાઓ પૂરી થતાં, દીવાળીથી તે આઠ
અંગનું ભાવભીનું વર્ણન પણ (ગુરુદેવના પ્રવચનમાંથી)
આપીશું. તે ઉપરાંત, સમ્યગ્દ્રષ્ટિને પચ્ચીસ દોષ હોતાં
નથી; તેમાંથી આઠમદ–કૂળમદ, જાતિમદ, રૂપમદ,
વિદ્યામદ, ધન અથવા ઋદ્ધિમદ, બળમદ, તપમદ અને
ઐશ્વર્યમદ ધર્મીને હોતાં નથી. તેનું ભાવભીનું વર્ણન અહીં
આપવામાં આવે છે. આ વર્ણન છહઢાળાની ત્રીજી ઢાળના
પ્રવચનમાંથી લીધું છે.
સમ્યગ્દ્રષ્ટિને પોતાના અચિંત્ય ચૈતન્યવૈભવ પાસે જગતમાં બીજા કોઈની મહત્તા
ભાસતી નથી, તેથી તેને ક્યાંય મદ હોતો નથી; એ રીતે તેને આઠમદનો અભાવ હોય
છે, તેનું અહીં વર્ણન કરે છે.–
૧–૨ કૂળમદ તથા જાતિમદ : પિતાના પક્ષને કૂળ, અને માતાના પક્ષને જાતિ
કહેવાય છે; પણ માતા–પિતા એ તો જડ શરીરનો સંબંધ છે, તેની મોટાઈનાં અભિમાન
શા? હું તો શરીરથી જુદો ચૈતન્યમૂર્તિ છું; માતા–પિતાને કારણે કાંઈ મારી મોટાઈ નથી.
માતા કોઈ મોટા ઘરની હોય કે પિતા કોઈ મોટા રાજા–મહારાજા હોય તેને કારણે ધર્મી
પોતાની મોટાઈ માનતા નથી, એટલે તેને જાતિમદ કે કુળમદ હોતો નથી. અરે, અમારી
જાતિ તો ચૈતન્યજાતિ છે, દેહની જાતિ અમારી છે જ નહીં, પછી તેનો મદ કેવો? હું
જ્ઞાનસ્વરૂપ છું; જ્ઞાનસ્વરૂપ મારા આત્માને કોઈએ ઉપજાવ્યો નથી, પછી મારે જાતિ–કૂળ
કેવા? ચૈતન્ય મારી જાતિ, અને જ્ઞાન–દર્શન સ્વભાવ જ મારું કૂળ છે. આ રીતે ધર્મીને
પિતા કે પુત્રાદિ કોઈ મહાન હોય તો