: ભાદ્રપદ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૯ :
* પુત્ર કહે છે–ધન્ય માતા! અપ્રતિહત સાધના કરીને હું કેવળજ્ઞાન પ્રગટ કરીશ,
ને ફરીને આ સંસારમાં અવતાર નહીં લઉં; ફરીને બીજી માતા નહીં કરૂં.
જુઓ, સંસારમાં માતાના પેટે અવતાર ધારણ કરવો એ તો કલંક છે; એનાં મદ
શા? ચૈતન્યમૂર્તિ અશરીરી ભગવાનને માતા–પિતાના સંબંધથી ઓળખાવવો પડે તે તો
શરમ છે. જેણે અશરીરી ચૈતન્યતત્ત્વ અનુભવમાં લીધું તેને માતા–પિતા સંબંધી
મોટાઈનો મદ હોતો નથી. આ રીતે ધર્મીને જાતિમદ તથા કૂળમદનો અભાવ છે.
૩. રૂપમદ : શરીરના રૂપનો ગર્વ સમ્યગ્દ્રષ્ટિને હોતો નથી. આત્માનું રૂપ તો
જ્ઞાન છે; ધર્મીજીવ શરીરથી ભિન્ન પોતાના જ્ઞાનરૂપને દેખે છે. આ ચામડાના શરીરનું
રૂપ તે અમારૂં રૂપ નથી, એ તો ક્ષણમાં નાશ પામી જાય કે સડી જાય તેવું છે, એનો ગર્વ
કોણ કરે? આ રીતે ધર્મીને સુંદરરૂપનો ગર્વ નથી, તેમ જ કોઈ ગુણવાનનું શરીર કુરૂપ –
કાળું કૂબડું હોય તો તેના પ્રત્યે તીરસ્કાર પણ નથી. સુંદર રૂપવાળો પણ જો પાપ કરે તો
દુર્ગતિમાં જ જાય. માટે શરીરના રૂપથી કાંઈ આત્માની શોભા નથી. સમ્યગ્દર્શન પ્રગટ્યું
છે તે જ આત્માનું સાચું મહાન શ્રેષ્ઠ આભૂષણ છે, તેનાથી આત્મા ત્રણલોકમાં શોભે છે.
શરીરથી પોતાના આત્માને ભિન્ન જાણ્યો છે એટલે શરીર રૂપાળું હોય તો તેના
વડે પોતાની અધિકતા ભાસતી નથી, ને શરીર કદરૂપું હોય તો દીનતા પણ થતી નથી.
એ રૂપ તો જડનું છે, તે રૂપ મારું છે જ નહીં પછી તેના અભિમાન શા? મારું તો ચૈતન્ય
રૂપ છે, ચૈતન્યના રૂપથી ઊંચું જગતમાં કોઈ નથી. વીતરાગી ચૈતન્યરૂપ વડે મારી શોભા
છે. શુભરાગ પણ મારા રૂપથી કદરૂપ છે, ને શરીરનું રૂપ તો પુદ્ગલની રચના છે. આવા
ભાનમાં ધર્મીને રૂપનો મદ હોતો નથી.
૪. વિદ્યામદ અર્થાત્ જ્ઞાનમદ : કોઈ વિદ્યા આવડે કે શાસ્ત્રનું જાણપણું હોય
તેનો ઘમંડ ધર્મીને હોય નહીં. અહા, ક્યાં પરમ અતીન્દ્રિય કેવળજ્ઞાન? ને ક્યાં આ
અલ્પજ્ઞાન? કેવળજ્ઞાનના અચિંત્ય સામર્થ્ય પાસે તો આ જ્ઞાન અનંતમા ભાગનું છે.
ચૈતન્ય વિદ્યાનો આખો દરિયો જેણે દેખ્યો તેને ખાબોચિયા જેવા જાણપણાનો મહિમા કે
મદ થતો નથી. આ તો જે જ્ઞાની છે, જેને વિશેષ જ્ઞાનાદિ વિદ્યા ખીલી છે અને છતાં
તેનો મદ નથી–તેની વાત છે. જે અજ્ઞાની છે, અને વિશેષ જ્ઞાનાદિ ન હોવા છતાં
શાસ્ત્રાદિના થોડાક જાણપણામાં ઘણો મદ કરે છે તેને તો આત્માના અપાર
જ્ઞાનસામર્થ્યની ખબર જ નથી, તે તો જરાક જાણપણામાં અટકી જાય છે. બાપુ! તારા