Atmadharma magazine - Ank 335
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 44

background image
: ભાદ્રપદ : ૨૪૯૭ આત્મધર્મ : ૨૧ :
મારો ધર્મ નથી. જેને ધર્મનું ભાન થયું તેને કર્મસામગ્રીમાં અહંપણું કેમ રહે? કર્મસામગ્રી
વડે (એટલે કે પુણ્યનાં ફળવડે) જેને પોતાની મોટાઈ ભાસે છે તેણે કર્મથી ભિન્ન
પોતાનો ચૈતન્યવૈભવ દીઠો નથી. ધર્મી જાણે છે કે એ વૈભવ અમારો નથી, એ તો
ઉપાધિ છે; અમારા આત્માનો વૈભવ તો કેવળજ્ઞાનાદિ અનંત ચતુષ્ટયથી ભરપૂર અક્ષય–
અખંડ–અવિનાશી છે. માતા–પિતા મહાન હોય કે બહારમાં પુણ્યવૈભવના ઢગલા હોય
તેમાં મને શું?–એ તો બધી કર્મની સામગ્રી, તે અમારી જાત નહીં. અમે તો
સિદ્ધભગવંતોની જાતના, અને તીર્થંકરોના કૂળના છીએ. તેમના કેડાયતી છીએ, તેમના
માર્ગે ચાલનારા છીએ. સિદ્ધ અને તીર્થંકર ભગવંતો જેવા જ આત્માના વૈભવના અમે
સ્વામી છીએ. અમારો આત્મા ચૈતન્યદેવ, તે જ અમારી મહત્તા છે; આ ચૈતન્યદેવ સ્વયં
મહિમાવંત, જગતમાં સૌથી મહાન છે; એના સિવાય જગતના કોઈ પદાર્થ વડે અમને
અમારી મહત્તા ભાસતીનથી. ચૈતન્યનું ઐશ્વર્ય જેણે દેખ્યું નથી તે કોઈને કોઈ પરના
બહાને મીઠાસ લ્યે છે. જેમ લીંબોળીનો ઢગલો ભેગો કરીને એમ માને કે મારે કેટલો
બધો વૈભવ!–એ તો બાળક છે, રાજા એમ ન કરે. તેમ બહારમાં પુણ્યનાં ઠાઠ તે તો
લીંબોળી જેવા કડવા વિકારનાં ફળ છે, બાળકબુદ્ધિ જેવો અજ્ઞાનિ તેને પોતાનો વૈભવ
માને છે; પણ રાજા જેવો સમ્યગ્દ્રિષ્ટ–જેણે પોતાના સાચા ચૈતન્યનિધાનને પોતામાં
દેખ્યા છે–તે કદી પુણ્યફળવડે પોતાની મહત્તા સમજતો નથી, એને તો તે ધૂળના ઢગલા
જેવા પુદ્ગલપિંડ સમજે છે.
ભરત ચક્રવર્તીને છ ખંડનો રાજવૈભવ હતો છતાં તે જાણતા હતા કે અમારા
ચૈતન્યના અખંડ વૈભવ સિવાય બીજું કાંઈ એક રજકણ માત્ર પણ અમારું નથી, તેના
સ્વામી અમે નથી. અમે છ ખંડના સ્વામી નથી પણ અખંડ આત્માની અનુભૂતિના
સ્વામી છીએ. એમ ચૈતન્યની અનુભૂતિમાં તે બહારના વૈભવને અડવા પણ દેતા ન
હતા. અતીન્દ્રિય જ્ઞાનવડે આત્મસંપદાના અચિંત્ય વૈભવનું સ્વસંવેદન જેણે કર્યું તેને
જડનાં કે વિકારનાં ફળનાં અભિમાન ક્યાંથી રહે? આપ ધર્મીને ધનમદ થતો નથી,
તેમજ બીજા કોઈ ધર્માત્મા–ગુણવાન જીવ અશુભકર્મના ઉદયવશ દરિદ્ર હોય તો તેના
પ્રત્યે તેને અવજ્ઞા કે તીરસ્કારબુદ્ધિ થતી નથી. અરે, આત્માના ચૈતન્યનિધાન પાસે
જગતના વૈભવને તૂચ્છ–સડેલા તરણાં જેવા સમજીને, ક્ષણમાં તેને છોડીને, ચૈતન્યના
કેવળજ્ઞાન–નિધાનને સાધવા માટે અનેક મુમુક્ષુ જીવો મુનિ થઈને વનમાં ચાલ્યા ગયા.
અજ્ઞાનીઓ એ ધન વગેરે જડસામગ્રી પાસે પોતાના સુખની ભીખ માંગે છે, જ્ઞાની તો
તેને છોડીને પોતાના ચૈતન્યસુખને સાધે છે. અજ્ઞાનીને પુણ્યકર્મના ઉદયથી કંઈક ધન
વગેરે સામગ્રી મળે ત્યાં તો અભિમાન થઈ જાય કે અમે કેવા મોટા થઈ ગયા?