: ૨૨ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૯૭
અરે બાપુ! તારા એ અભિમાનને ઓગાળી નાંખ, ને તારા ચૈતન્યનિધાનને દેખ.
આત્માની ચૈતન્યસંપદા પાસે તારી આ જડ વિભૂતિની શું કિંમત છે?
જુઓ તો ખરા, સંતોએ આત્માના વૈભવને કેવો મલાવ્યો છે? એવો વૈભવ
અંદરમાં છે જ, તે બતાવ્યો છે. આવા વૈભવવાળા પોતાના આત્માને જ્યાં અનુભવ્યો
ત્યાં ધર્મીને બહારના ધન વગેરે વૈભવનો મદ રહેતો નથી.
૬. બળમદ : દેહ જ હું નથી, ત્યાં તેના બળનું અભિમાન કેવું? મારો આત્મા
અનંત ચૈતન્યબળનો ધારક છે, તેનું ભાન તો થયું છે, તેની આરાધનામાં ધ્યાનવડે એવો
એકાગ્ર થાઉં કે ગમે તેવા ઉપસર્ગ–પરિસહ વચ્ચે પણ ચલાયમાન ન થાઉં, આવી
વીતરાગી ક્ષમા દશા પ્રગટ કરું તે આત્માનું સાચું બળ છે. શરીરનું બળ કાંઈ આત્માને
સાધવામાં કામ નથી આવતું.
જો કે તીર્થંકરોને શરીરનું બળ પણ બીજા કરતાં ઉત્કૃષ્ટ હોય છે, પણ અંદર
ચૈતન્યશક્તિના ભાનમાં તે દેહથી પોતાને ભિન્ન જાણે છે. બાહુબલી અને ભરત બંને
ભાઈ પરસ્પર લડ્યા, છતાં તે વખતેય બેમાંથી કોઈને દેહનો મદ નથી, બંનેના અંતરમાં
ભેદજ્ઞાનનું કાર્ય ભજી રહ્યું છે. લડવાની ક્રિયા થઈ માટે અંદર દેહ સાથે એકત્વબુદ્ધિ હશે–
એમ જરાપણ નથી. સહેજ અભિમાન આવ્યું પણ અંદરની ચૈતન્ય–પરિણતિ તે
અભિમાનથી જુદી જ કામ કરી રહી છે; તેને જ્ઞાની જ ઓળખે છે.
ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિ ભરતચક્રવર્તી, તેના બળમાં જ્યારે અમુક સૈનિકોએ શંકા
કરી, ત્યારે બળ બતાવવાનો વિકલ્પ ઊઠતાં ભરતરાજે પોતાની ટચલી આંગળી વાંકી
કરી નાંખી, ને સૈનિકોને કહ્યું કે મારી આ આંગળી વાંકી થઈ ગઈ છે તે ખેંચીને સીધી
કરી આપો. સૈનિકો ઘણું મથ્યા પણ આંગળી સીધી કરી ન શક્યા. અંતે એક સાંકળ
ટચલી આંગળી સાથે બાંધીને છન્નું કરોડ પાયદળના સૈનિકોએ તે ખેંચી; ચક્રવર્તીએ
ટચલી આંગળીનો જરાક આંચકો માર્યો ત્યાં તો બધા સૈનિકો જમીન પર ગબડી પડ્યા.
–આવું તો એના શરીરનું બળ હતું; ને આ પ્રકારનો વિકલ્પ પણ આવ્યો; છતાં તે શરીર
અને તે વિકલ્પ બંનેથી પાર એવી અનંત ચૈતન્યશક્તિથી સંપન્ન જ તે પોતાને દેખે છે.
આવી ચૈતન્યદ્રષ્ટિમાં એને શરીરનો મદ જરાય નથી.
એવો જ પ્રસંગ નેમિનાથ તીર્થંકર અને શ્રીકૃષ્ણ વચ્ચે બન્યો હતો. યાદવોની
રાજસભામાં એકવાર શરીરબળની ચર્ચા ચાલી. નેમકુમાર અને કૃષ્ણ બંને પિતરાઈ
ભાઈ હતા. શ્રીકૃષ્ણ મોટા, નેમકુમાર નાના; પણ નાનો તોય સિંહ! નાના તોય