Atmadharma magazine - Ank 335
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 44

background image
: ભાદ્રપદ : ૨૪૯૭ આત્મધર્મ : ૨૫ :
આ રીતે આઠ શંકાદિક દોષ તથા આઠમદ સમ્યગ્દ્રષ્ટિને હોતાં નથી; તે ઉપરાંત છ
અનાયતન અને ત્રણ મૂઢતાનું સેવન પણ તેને હોતું નથી. અરિહંત પરમાત્માએ જીવનું
જે સ્વરૂપ બતાવ્યું તથા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે વીતરાગમાર્ગ બતાવ્યો, તેનાથી
વિરૂદ્ધ કહેનારા ને વિરુદ્ધ માનનારા એવા કુદેવ–કુગુરુ–કુધર્મને ધર્મીજીવ સર્વપ્રકારે છોડે
છે, કોઈ પ્રકારે તેની અનુમોદના કરતા નથી, તેમજ એવા કુદેવ–કુગુરુ–કુધર્મને સેવનારા
મિથ્યાદ્રષ્ટિજીવોનો સંગ પણ તે છોડે છે, ધર્મબુદ્ધિથી એવા જીવનો સંગ તે કરતા નથી.
વળી દેવસંબંધી અનેક મૂઢતા, ગુરુસંબંધી અનેક મૂઢતા તથા ધર્મસંબંધી અનેકમૂઢતા
લોકોમાં ચાલે છે, પણ ધર્મી તેને સ્વપ્નેય માને નહીં.
જે ધર્મનું સ્થાન નથી, જેની પાસે ધર્મનો સાચો ઉપદેશ નથી, સમ્યગ્જ્ઞાનનું
સ્વરૂપ જેમાં નથી, અનેક પ્રકારે જે વિષય–કષાયના રાગ–દ્વેષના પોષક છે, જેમાં હિંસા–
અહિંસાનો પણ વિવેક નથી એવા કુદેવ–કુગુરુ–કુધર્મ તે ધર્મનાં અનાયતન છે, તેના
સેવનથી આત્માનું જરાપણ હિત થતું નથી, તેના સેવનથી તો સમ્યકત્વાદિનો ઘાત થાય
છે તે આત્માનું અત્યંત બૂરું થાય છે. એવા કુદેવાદિનું સેવન સમ્યગ્દ્રષ્ટિને તો હોય જ
નહિ, પણ જૈન નામ ધરાવનાર જિજ્ઞાસુને પણ એવા કુદેવાદિનું સેવન હોય નહીં.
વીતરાગ જૈનમાર્ગના દેવ–ગુરુ–ધર્મ, અને તેને સેવનારા સાધર્મી–ધર્માત્મા સિવાય
બીજાનું સેવન અહિતનું કારણ જાણીને અત્યંત છોડવા જેવું છે.
સમ્યગ્દ્રષ્ટિ, મહાન અલૌકિક આત્માના અંર્તસ્વભાવનું જેને ભાન થયું છે, તેને
નિશ્ચય સમ્યક્ત્વની સાથે વ્યવહાર પણ પચ્ચીસ દોષ રહિત હોય છે. આજીવિકા છૂટી
જાય, ધન લૂંટાઈ જાય, દેશ છોડવો પડે કે પ્રાણ જાય તો પણ સમ્યગ્દ્રષ્ટિ જીવ કોઈ પ્રકારે
ભયથી–આશાથી–સ્નેહથી કુધર્મનું કે કુદેવાદિનું આરાધન કરે નહીં. વીતરાગી દેવ–ગુરુ–
ધર્મનો ભક્ત હિંસકદેવ–દેવલાંને નમે નહીં. અહા, અરિહંતદેવનો ઉપાસક એ તો
ચૈતન્યના વીતરાગમાર્ગે ચાલનારો, તે બીજા કુમાર્ગને કેમ આદરે? તે કુમાર્ગની કે તેના
સેવકોની પ્રશંસા કરે નહિ, અનુમોદના કરે નહિ. અમુક કુધર્મ ખૂબ ફેલાયેલો છે માટે
સારો છે, તેના ભક્તો સારા છે, તેના શાસ્ત્રો–મંદિરો સારા છે–એવી પ્રશંસા ધર્મી ન કરે.
કુધર્મના સેવક કોઈ મોટા મંદિર વગેરે બંધાવે, કરોડો–અબજો રૂપિયા ખર્ચીને યજ્ઞાદિક
મોટા ઉત્સવ કરે ત્યાં ધર્મી તેની પ્રશંસા પણ ન કરે કે તમે બહુ સારૂં કર્યું. અરે,
વીતરાગમાર્ગથી વિરુદ્ધ એવા કુમાર્ગ, જે જગતના જીવોનું અહિત કરનાર, તેના કાર્યની
પ્રશંસા શી? જેમાં મિથ્યાત્વનું પોષણ તે ક્રિયાને સારી કોણ