પ્રશંસાદિક ન કરે; પણ બને તો તેને ઉપદેશ આપીને સાચો માર્ગ બતાવે ને કુમાર્ગથી
છોડાવે. ધર્મીગૃહસ્થ રાજાને કે માતા–પિતા વગેરે વડીલને નમે તે તો લોકવ્યવહાર છે,
તેની સાથે કાંઈ ધર્મનો સંબંધ નથી; પણ ધર્મના વ્યવહારમાં તે કુદેવ–કુગુરુને કદી નમે
નહીં. આ તો જેને સમ્યગ્દર્શનરૂપી મહારત્ન લેવું છે, ધર્મનો સાચો માલ લેવો છે તેને
માટે વાત છે; તથા જેણે સમ્યગ્દર્શનરૂપી રત્ન પ્રાપ્ત કર્યું છે તેને તે સાચવવાની વાત છે.
સમ્યક્ત્વમાં જરાય અતિચાર ન લાગે, ને શુદ્ધતા થાય–તે માટે પચીસ દોષરહિત અને
આઠ ગુણસહિત સમ્યક્ત્વની આરાધના કરવી; તેના વડે જીવનું પરમ હિત થાય છે.
કઈ રીતે કરશે? પરીક્ષા વડે સાચા–ખોટાને ઓળખીને નિર્ભયપણે સત્યનો સ્વીકાર કરવો
જોઈએ, ને અસત્યનું સેવન છોડવું જોઈએ. જગત સાથે મેળ રાખવા કે જગતને સારૂં
લગાડવા કાંઈ ધર્મને ન છોડાય. પોતાની શ્રદ્ધા સાચી કરવા માટેની આ વાત છે.
વૈરાગ્ય ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન’ એમ કહ્યું તેમાં કુદેવાદિનો ત્યાગ તો પહેલાં જ
સમજી લેવો. બીજા તો અનેક પ્રકારનાં ત્યાગ કર્યા કરે પણ કુદેવ–કુગુરુના સેવનનો
ત્યાગ ન કરે તો તેનું જરાય હિત ન થાય. અને રાગને જ્યાં ધર્મ માન્યો ત્યાં વૈરાગ્ય
ક્યાં રહ્યો? અરે, દેહથી ભિન્ન મારું અખંડ ચૈતન્યતત્ત્વ શું છે અને તેનો અનુભવ કેવો
છે? તેનું સાચું સ્વરૂપ બતાવનારા વીતરાગ સર્વજ્ઞદેવ, રત્નત્રય ગુરુ અને રાગ વગરનો
ધર્મ તથા શાસ્ત્રો જેને જે ઓળખે તેને તે ઓળખે તે જીવ તેનાથી વિરુદ્ધ બીજા કોઈને
માને નહિ, નમે નહીં, પ્રશંસે નહીં.
વિવેક ક્યાં રહ્યો? બાપુ! વીતરાગમાર્ગના ને વીતરાગી સંતોના વિરોધી એવા કુગુરુના
સેવનમાં તો મિથ્યાત્વની પુષ્ટિ તથા તીવ્રકષાયને લીધે આત્માનું ઘણું બૂરું થાય છે, તેથી
તેનો નિષેધ કરીએ છીએ; તેમાં કાંઈ કોઈ વ્યક્તિ પ્રત્યે