Atmadharma magazine - Ank 335
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 44

background image
: ભાદ્રપદ : ૨૪૯૭ આત્મધર્મ : ૨૭ :
દ્વેષબુદ્ધિ નથી પણ જીવોનાં હિતની જ બુદ્ધિ છે; તથા પોતાની શ્રદ્ધા ચોખ્ખી રહે ને તેમાં
દોષ ન લાગે તે માટે આ વાત છે. સમ્યમાર્ગથી વિરુદ્ધનો વિકલ્પ ધર્મી કદી આવવા ન
દ્યે. મિથ્યાત્વ–સંબંધી દોષોથી બચવા અને સમ્યક્ત્વની શુદ્ધિ જાળવવા નિઃશંકતાદિ
આઠઅંગ આદરણીય છે.
આ રીતે સમ્યક્ત્વ સંબંધી ગુણ–દોષને ઓળખીને પોતાના હિતને માટે
નિઃશંકતાદિ આઠ ગુણસહિત, થતા શંકાદિક પચ્ચીસ દોષરહિત, શુદ્ધ સમ્યક્ત્વને ધારણ
કરો–એમ ઉપદેશ છે.
* અંર્તતત્ત્વનો અનુભવ *
* વન–જંગલમાં વીતરાગી સંતો ક્ષણે ને પળે પોતાના અંર્તતત્ત્વને નિર્વિકલ્પ
થઈને અનુભવે છે. અહા! ધન્ય છે તે અનુભવની પળ! ધર્મી–ગૃહસ્થ પણ
ઘરમાં ક્યારેક આવો નિર્વિકલ્પ અનુભવ કરે છે.
* અહા, આવા પોતાના અંર્તતત્ત્વનો નિર્ણય કરે તો અંતરમાં ઊતરીને અનુભવ
કરવાનો અવસર આવે. સ્વદ્રવ્ય કેવું છે તેને ઓળખીને તે ઉપાદેય કરવા જેવું
છે. ઉપાદેય કઈ રીતે કરવું?–તેની સન્મુખ થઈને અનુભવ કર્યો એટલે તે ઉપાદેય
થયું; અને તેનાથી વિરુદ્ધ બધા વિભાવો હેય થઈ ગયા, તેમનું લક્ષ છૂટી ગયું.
* જે એક સહજ જ્ઞાયકભાવ છે તે પરમતત્ત્વ છે. ને બીજા બધા ભેદ–ભંગરૂપ
વ્યવહારભાવો તે અપરમભાવ છે. પરમભાવરૂપ જે શુદ્ધતત્ત્વ તેના અનુભવથી
પ્રચુર આનંદસહિત આત્માનો નિજવૈભવ પ્રગટે છે; તે મોક્ષમાર્ગ છે. માટે
પરમભાવ જ અનુભવ કરવાયોગ્ય છે.
* મોક્ષમાર્ગના શુદ્ધભાવમાં વ્યવહારના કોઈ ભેદ–ભંગનું આલંબન નથી, એક
સહજ પરમતત્ત્વનું જ આલંબન છે; તેના અનુભવથી જ સમ્યગ્દર્શન થાય છે.
તેના અનુભવથી જ ચારિત્રદશા અને કેવળજ્ઞાન થાય છે.
* –આવા અભેદ પરમતત્ત્વના અનુભવ પહેલાં ભેદના વિકલ્પો આવે છે; શુદ્ધ દ્રવ્ય–
ગુણ–પર્યાય વગેરેના વિચારમાં સાથે વિકલ્પ આવે છે, તે વિકલ્પોનો ખેદ છે, તેની
હોંશ નથી, તેના પ્રત્યે ઉત્સુકતા નથી, શુદ્ધ–સ્વભાવ તરફની જ હોંશને ઉત્સુકતા છે.
અરે, સીધેસીધા પરમસ્વભાવમાં જ પહોંચી જવાની ભાવના છે, તેના જ
અનુભવનું લક્ષ છે, પણ વચ્ચે ભેદ–વિકલ્પો આવી જાય છે તેની ભાવના નથી.