Atmadharma magazine - Ank 335
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 30 of 44

background image
: ૨૮ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૯૭
સમ્યગ્દર્શનના આઠ અંગની કથા
સમકિતસહિત આચાર હી સંસારમેં ઈક સાર હૈ,
જિનને કિયા આચરણ ઉનકો નમન સોસો વાર હૈ;
ઉનકે ગુણોંકે કથનસે ગુણગ્રહણ કરના ચાહિએ,
અરૂ પાપિયોંકા હાલ સુનકે પાપ તજના ચાહિએ.
[પ્રથમ નિઃશંકઅંગમાં પ્રસિદ્ધ અંજનચોરની કથા, બીજી નિઃકાંક્ષઅંગમાં પ્રસિદ્ધ
સતી અનંતમતિની કથા, ત્રીજી નિર્વિચિકિત્સા–અંગમાં પ્રસિદ્ધ ઉદાયન રાજાની
કથા, ચોથી અમૂઢ દ્રષ્ટિ–અંગમાં પ્રસિદ્ધ રેવતીરાણીની કથા, પાંચમી ઉપગૂહન
અંગમાં પ્રસિદ્ધ જિનભક્ત શેઠની કથા, તથા છઠ્ઠી સ્થિતિકરણ અંગમાં
પ્રસિદ્ધ વારિષેણમુનિની કથા આપે વાંચી;
સાતમી કથા આપ અહીં વાંચશો.
* * * * * *
(૭) વાત્સલ્ય–અંગમાં પ્રસિદ્ધ વિષ્ણુમુનિની કથા
લાખો વર્ષ પહેલાંની, મુનિસુવ્રત ભગવાનના તીર્થની આ વાત છે. ઉજ્જૈન
નગરીમાં ત્યારે શ્રીવર્મા રાજા રાજ્ય કરતા હતા, તેને બલિ વગેરે ચાર મંત્રી હતા, તેઓ
નાસ્તિક હતા, તેમને ધર્મની શ્રદ્ધા ન હતી.
એકવાર તે ઉજ્જૈન નગરીમાં સાતસો મુનિઓના સંઘ સહિત અકંપન આચાર્ય
પધાર્યા. લાખો નગરજનો આનંદથી મુનિવરોનાં દર્શન કરવા ગયા; રાજાને પણ તેમનાં
દર્શન કરવાની ઈચ્છા થઈ, અને મંત્રીઓને પણ સાથે આવવા કહ્યું. જોકે તે બલિ વગેરે
મિથ્યાદ્રષ્ટિ મંત્રીઓને તો જૈન મુનિઓ ઉપર શ્રદ્ધા ન હતી, પણ રાજાની શરમથી તેઓ
પણ સાથે ચાલ્યા.
રાજાએ મુનિઓને વંદન કર્યું; પણ જ્ઞાન–ધ્યાનમાં મસ્ત મુનિવરો તો મૌન જ