Atmadharma magazine - Ank 335
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 31 of 44

background image
: ભાદ્રપદ : ૨૪૯૭ આત્મધર્મ : ૨૯ :
હતા. તે મુનિઓની આવી શાંતિ અને નિસ્પૃહતા દેખીને રાજા તો પ્રભાવિત થયો. પણ
મંત્રીઓ દુષ્ટભાવે કહેવા લાગ્યા કે મહારાજ! આ જૈનમુનિઓને કાંઈ જ્ઞાન નથી તેથી
તેઓ મૌન રહેવાનો ઢોંગ કરે છે.! –એ પ્રમાણે નિંદા કરતા કરતા તેઓ જતા હતા, ત્યાં
રસ્તામાં શ્રુતસાગર નામના મુનિ મળ્‌યા, તેમનાથી મુનિસંઘની નિંદા સહન ન થઈ તેથી
તેમણે મંત્રીઓ સાથે વાદવિવાદ કર્યો; એ રત્નત્રયધારક મુનિરાજે અનેકાંત–સિદ્ધાન્તના
ન્યાયો વડે મંત્રીની કુયુક્તિઓનું ખંડન કરીને તેને મૌન કરી દીધા. આમ રાજાની
હાજરીમાં હારી જવાથી તેને અપમાન લાગ્યું.
અપમાનથી ક્રોધે ભરાયેલા તે પાપી મંત્રીઓ રાત્રે મુનિઓને મારી નાંખવા
ગયા. ધ્યાનમાં ઊભેલા મુનિરાજ ઉપર તલવાર ઉગામીને જ્યાં મારવા જાય છે ત્યાં તો
એકાએક તેમના હાથ થંભી જ ગયા...રે! કુદરત આવી હિંસા દેખી શકી નહીં; તલવાર
ઉગામેલો હાથ એમને અદ્ધર રહી ગયો, ને તેમના પગ પૃથ્વી સાથે ચોંટી ગયા.
સવારમાં લોકોએ આ દ્રશ્ય જોયું અને રાજાને મંત્રીની દુષ્ટતાની ખબર પડી,
એટલે તેમને ગધેડે બેસાડીને નગર બહાર કાઢી મૂક્યા. યુદ્ધકળામાં કુશળ એવા તે બલિ
વગેરે મંત્રીઓ રખડતા–રખડતા હસ્તિનાપુર નગરીમાં જઈ પહોંચ્યા અને ત્યાં રાજાના
મંત્રી તરીકે રહ્યા.
હસ્તિનાપુરી તે ભગવાન શાંતિનાથ કુંથુનાથ અરનાથ એ ત્રણ તીર્થંકરોની
જન્મ–ભૂમિ છે. આ કથા બની તે વખતે હસ્તિનાપુરમાં ચક્રવર્તીના પુત્ર પદ્મરાજા રાજ્ય
કરતા હતા, તેમના એક ભાઈ મુનિ થયા હતા–એમનું નામ વિષ્ણુકુમાર. તેઓ
આત્માના જ્ઞાન–ધ્યાનમાં મસ્ત રહેતા. તેમને કેટલીયે લબ્ધિઓ પ્રગટી હતી. પણ તેમાં
તેમનું લક્ષ ન હતું; તેમનું લક્ષ તો આત્માની કેવળજ્ઞાનલબ્ધિ સાધવા ઉપર હતું.
સિંહરથ નામનો એક રાજા, આ હસ્તિનાપુરના રાજાનો દુશ્મન હતો અને ઘણા
વખતથી હેરાન કરતો હતો; પદ્મરાજા તેને જીતી શકતો ન હતો. અંતે બલિમંત્રીએ
યુક્તિથી તેને જીતી લીધો. આથી ખુશ થઈને રાજાએ તેને વચન માંગવા કહ્યું, પણ
બલિમંત્રીએ કહ્યું કે જ્યારે જરૂર પડશે ત્યારે માંગીશ.
હવે અકંપન વગેરે ૭૦૦ મુનિવરો તો દેશોદેશ વિહાર કરતા કરતા, અને ભવ્ય
જીવોને વીતરાગધર્મ સમજાવતાં–સમજાવતાં હસ્તિનાપુરનગરીમાં આવી પહોંચ્યા. તે