: ૨ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૯૭
૨ જે પરભાવને છોડવાના છે તેને પોતાથી ભિન્ન જાણ્યા વગર તે પરભાવને છોડશે
કઈ રીતે?
૩ અંતર્મુખ થઈને પોતાના જ્ઞાનસ્વભાવને અનુભવતાં જ્ઞાનમાંથી પરભાવનો ત્યાગ
સહેજે થઈ જાય છે, કેમકે જ્ઞાન પરભાવના ત્યાગસ્વરૂપ જ છે.
૪ પરભાવોથી ભિન્ન, હું પોતે આનંદસ્વરૂપ છું; આવા પોતાના આનંદસ્વરૂપમાં રહું
તે જ સુખ છે, ને તે જ પરભાવનો ત્યાગ છે.
૫ પહેલાં આત્માના સ્વભાવમાં ઊતરીને આવી પ્રતીત કરતાં ઈન્દ્રિયાતીત આનંદનો
અનુભવ થાય છે, ને સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શન થતાં શ્રદ્ધામાં સમસ્ત
પરભાવોનું અત્યંત પ્રત્યાખ્યાન થઈ જાય છે.
૬ સમ્યગ્દ્રષ્ટિ પોતાને કેવળજ્ઞાન–દર્શન–આનંદસ્વરૂપ અનુભવે છે. તેમાં પરભાવનો
એક અંશ પણ નથી. આવા આત્માના શ્રદ્ધા–જ્ઞાનના જોરે પછી નિજસ્વરૂપમાં
એકાગ્ર થતાં પરભાવોનું પ્રત્યાખ્યાન થઈ જાય છે.
૭ સ્વરૂપમાં ઠરેલું જ્ઞાન પોતે પરભાવના ત્યાગસ્વરૂપ હોવાથી પ્રત્યાખ્યાન છે.
જ્ઞાનભાવની જે અસ્તિ છે તેમાં રાગાદિ વિરૂદ્ધ ભાવોની નાસ્તિ છે.
૮ પહેલાંં જ્ઞાનનું અને રાગાદિનું અત્યંત સ્પષ્ટ ભેદજ્ઞાન કરવું જોઈએ. સાચું ભેદજ્ઞાન
કરતાં સમ્યગ્દર્શન થાય છે.
૯ અહો, આત્માનું આવું સ્વરૂપ પોતાના અનુભવમાં આવ્યું ત્યાં બીજાને પૂછવાપણું
રહેતું નથી. સમયસાર ૨૦૬ ગાથામાં આચાર્યદેવ કહે છે કે હે જીવ! બીજાને ન
પૂછ...જ્ઞાનસ્વરૂપ આત્મા અનુભવમાં આવતાં તને પોતાને બધા સમાધાન થઈ
જશે. સંદેહ નહીં રહે, પૂછવું નહીં પડે.
૧૦ અહા, જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કરાવનારું આ સમયસારશાસ્ત્ર જગતનું
અદ્ધિતીય ચક્ષુ છે; આત્માને પ્રકાશનારૂં અજોડ પરમાગમ છે. કુંદકુંદસ્વામી જેવા
મહાન આચાર્યદેવે ભગવાનની વાણી સાંભળીને, પોતાના આત્માના પ્રચૂર
સ્વસંવેદનરૂપ આત્મવૈભવ વડે આ પરમાગમની રચના કરીને, જગતના
મુમુક્ષુજીવોને આત્માનો અદ્ભુત વૈભવ દેખાડ્યો છે.