: ભાદ્રપદ : ૨૪૯૭ આત્મધર્મ : ૩ :
૧૧ આત્મા તો સ્વયં જ્ઞાનસ્વરૂપ છે; જ્ઞાનસ્વરૂપ જ સત્ય છે, તે જ અનુભવવા જેવું
છે, તે જ કલ્યાણરૂપ છે.–આમ પોતાના સત્ય જ્ઞાનસ્વરૂપનો નિર્ણય કરીને હે
જીવ! તું તારા જ્ઞાનના જ અનુભવથી સંતુષ્ટ થા...તૃપ્ત થા...તેમાં તને પોતાને
પરમ સુખનો અનુભવ થશે; પછી તારે બીજાને પૂછવું નહીં પડે. વચનઅગોચર
એવા અપૂર્વ આત્મિક સુખનો તને અનુભવ થશે; તે સુખ તને સ્વયમેવ પોતાના
સ્વાદમાં આવશે. તું પોતે જ તે સુખ છો,–પછી બીજાને શું પૂછવું પડે?
૧૨ મારી ચીજ મારામાં મેં દેખી, સાક્ષાત્ અનુભવી, ત્યાં સંદેહ શો? જ્ઞાન–સ્વરૂપ હું
પોતે સત્ય છું, હું જ સ્વયં કલ્યાણ છું, હું જ અનુભવનીય છું ને હું જ સુખસ્વરૂપ–
છું આવો પહેલાં દ્રઢ નિર્ણય કરીને સ્વ–સંવેદન–પ્રત્યક્ષથી સ્વાનુભવ કર્યો, ત્યાં હવે
પૂછવાપણું કોને રહ્યું?
૧૩ મારી પાસે જ મારું તત્ત્વ મેં દેખ્યું, ને મારો મોહ નષ્ટ થઈ ગયો; હું હવે સર્વે
કર્મોથી અત્યંત રહિત, ચૈતન્યસ્વરૂપ મારા આત્મામાં જ આત્માપણે વર્તું છું.
મારી નિર્વિકલ્પ–વીતરાગી પરિણતિ વડે હું મારામાં વર્તું છું–આમ ધર્મી
પોતાને અનુભવે છે; તેને સંવર–નિર્જરા છે, તેને પ્રતિક્રમણ–પ્રત્યાખ્યાન છે.
તેને સુખ અને ધર્મ છે.
૧૪ ધર્મીને નિઃશંક ભાન છે કે હું રાગમાં નથી વર્તતો, નિર્વિકલ્પ ભાવવડે હું મારા
ચૈતનસ્વરૂપમાં જ વર્તું છું.
૧૫ પહેલાંં રાગમાં–વિકલ્પમાં એકત્વબુદ્ધિને લીધે ચૈતન્યના નિધાનને તાળાં દીધા
હતા. હવે ભાન થયું કે રાગથી મારું ચૈતન્યતત્ત્વ અત્યંત જુદું છે, ત્યાં અપૂર્વ
આનંદના અનુભવ વડે ચૈતન્યના નિધાન ખુલ્યા, આત્મામાં આનંદનો અવતાર
થયો.
૧૬ આવા સમ્યગ્દ્રષ્ટિ–સમ્યગ્જ્ઞાની–સત્ ચારિત્રવંત ધર્માત્માને હું નમસ્કાર કરું છું.
આહા! એ તો જગતનાં ધર્મરત્ન છે. સમ્યગ્દર્શન તે મોક્ષમાર્ગનું રત્ન છે, તેને
ધારણ કરનારા ધર્માત્મા તે ધર્મરત્ન છે. ભવભવના કલેશનો નાશ કરવા માટે હું
તેને નિત્ય વંદું છું.
૧૭ કઈ રીતે વંદું છું?–કે નિર્વિકલ્પ ભાવવડે તેમના જેવા જ્ઞાનાનંદસ્વરૂપ