Atmadharma magazine - Ank 335
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 44

background image
: ૪ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૯૭
આત્મામાં વર્તતો થકો હું તેમને નમસ્કાર કરુું છું. એકલા રાગમાં વર્તીને સાચા
નમસ્કાર કે સાચી ભક્તિ થતી નથી. પંચપરમેષ્ઠી–જ્ઞાની–ધર્માત્માને સાચા
નમસ્કાર કરનારને પોતામાં જ્ઞાન અને રાગની ભિન્નતા થઈ ગઈ છે. ‘આવા
ભાવવડે હું જ્ઞાનીને નમસ્કાર કરું છું.’
૧૮ સિદ્ધભગવાન વગેરે પંચપરમેષ્ઠી ભગવંતો પોતાના શુદ્ધઆત્મામાં જ સ્થિર છે,
તેથી તેમને નમસ્કાર કરનાર જીવ શુદ્ધઆત્મા તરફ નમે છે–તેમાં વળે છે–તેમાં
તન્મય થાય છે, ને રાગથી જુદો પડે છે. આ રીતે પોતાનો શુદ્ધ આત્મા જ સાચું
શરણ છે; બહારમાં પંચપરમેષ્ઠીનું શરણ વ્યવહારથી છે.
૧૯ કેવળજ્ઞાન–કેવળદર્શન–કેવળસુખ સ્વભાવી પરમ ચૈતન્યતેજ હું છું–એમ જેણે
અંતર્મુખ થઈને પોતે પોતાને જાણ્યો તેણે શું ન જાણ્યું? પોતે પોતાને દેખ્યો તેણે શું
ન દેખ્યું? અને તેનું શ્રવણ કરતાં શું શ્રવણ ન કર્યું?–એટલે કે પોતાનો આવો
શુદ્ધઆત્મા જ શ્રવણ કરવા યોગ્ય તથા શ્રદ્ધા–જ્ઞાનમાં લેવાયોગ્ય સૌથી શ્રેષ્ઠ છે;
તેનાથી ઊંચું બીજું કાંઈ નથી.
૨૦ અરે, જીવોએ વ્યવહારની–રાગની વાત તો અનંતવાર સાંભળી છે ને આચરી પણ
છે, પણ પોતાનું પરમતત્ત્વ અંતરમાં કેવું છે તે પરમાર્થસ્વરૂપને પ્રેમથી કદી
સાંભળ્‌યું નથી.
૨૧ ‘પ્રેમથી સાંભળ્‌યું નથી’ એમ કહ્યું;–‘પ્રેમથી સાંભળ્‌યું’ ત્યારે કહેવાય કે અંતરમાં
ઊંડો ઊતરીને પોતે તેનો સાક્ષાત્ અનુભવ કરે. વક્તાએ જેવો સ્વભાવ કહ્યો તેવો
પોતે લક્ષમાં લઈને અનુભવ કરે તો જ સાચું શ્રવણ કર્યું કહેવાય.
૨૨ હે જીવ! તારા આવા સ્વરૂપને તું અનુભવમાં લે. અંતરમાં અમૃતનો સાગર
ભગવાન આત્મા છે તેમાં ડુબકી માર...તે જ આનંદ છે. તેનાથી બહાર જવું તે તો
આકુળતા છે, પાપ છે, કેમકે પવિત્રતાથી વિરૂદ્ધ હોવાથી અધ્યાત્મમાં તેને પાપ કહે
છે. રાગ વગરનો ચૈતન્યનો અનુભવ તે જ પવિત્ર સુખરૂપ છે.
૨૩ આવો અનુભવ કરનાર ધર્માત્માના હૃદયમાં ચૈતન્યહંસ બિરાજે છે; સહજ
ચૈતન્યશક્તિસંપન્ન આનંદમય પરમાત્મા તેના અંતરમાં જયવંત વર્તે છે.