Atmadharma magazine - Ank 335
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 44

background image
: ભાદ્રપદ : ૨૪૯૭ આત્મધર્મ : ૫ :
૨૪ અહો, આવો અનુભવ કરવો તેમાં અતીન્દ્રિય આનંદનો પરમ સ્વાદ છે.
૨૫ લોકોમાં બદામની પૂરી ઊંચી સ્વાદિષ્ટ કહેવાય છે, પણ તે સ્વાદ તો જડ છે; અહીં
સંતો આનંદના સ્વાદથી ભરેલો વીતરાગી બદામપાક વીરસે છે.
૨૬ આજે બીજના મંગલ દિવસે આ બદામની પૂરી પીરસાય છે. અંતરમાં પરમાત્માના
અનુભવરૂપ આવા બદામપાકને સમ્યગ્દ્રષ્ટિ જ પચાવે છે.
૨૭ જ્ઞાની પોતાને આવો અનુભવે છે કે–
કેવલદરશ–કેવલવીરજ–કૈવલ્યજ્ઞાન સ્વભાવી છે,
વળી સૌખ્યમય છે જેહ તે હું એમ જ્ઞાની ચિંતવે.
(નિયમસાર : ૯૬)
૨૮ આત્મા કેવળજ્ઞાનાદિ સહજ ચતુષ્ટયસ્વરૂપ છે. કેવળજ્ઞાનાદિ અનંત ચતુષ્ટય છે તે
પ્રગટ કાર્ય છે; અને તેના આધારરૂપ સહજ જ્ઞાન–દર્શનાદિ ચતુષ્ટય ત્રિકાળ છે.–
આવા ચતુષ્ટય સ્વરૂપે આત્માને જાણીને ધર્મી તેને જ ભાવે છે.
૨૯ –કઈ રીતે ભાવે છે?
સમસ્ત બાહ્યપ્રપંચની વાસનાથી વિમુક્ત થઈને, અને પોતાના સ્વરૂપમાં
અત્યંતપણે અંતર્મુખ થઈને, પોતાના આવા આત્માને તે ધ્યાવે છે. મુમુક્ષુ જીવે
એની જ ભાવના કરવી–એમ ઉપદેશ છે.
૩૦ ‘સમસ્ત બાહ્યપ્રપંચની વાસનાથી રહિત, કહ્યું–તેમાં અશુભ કે શુભ કોઈ પણ
રાગની રચના તે બધોય બાહ્યપ્રપંચ છે; બાહ્યવલણથી જ રાગની ઉત્પતિ થાય છે,
તેથી તે સમસ્ત બાહ્યભાવોથી અત્યંત ભિન્ન થઈને, નિર્વિકલ્પ ચૈતન્યપરિણતિ
દ્વારા ધર્મી અંતરમાં પોતાના પરમાત્મતત્ત્વને ભાવે છે.
૩૧ અહો, આત્મતત્ત્વની આ કોઈ અલૌકિક વાત છે, તેને જાણીને અંતર્મુખપણે તેની
જ ભાવના કરવા જેવી છે.
૩૨ રાગ છે ને?–તો ધર્મી કહે છે કે ભલે હો; પણ તે રાગ કાંઈ હું નથી, રાગપણે હું
મારા સ્વભાવને નથી અનુભવતો, પણ પરિણતિને રાગથી ભિન્ન કરીને, તે
પરિણતિ વડે કેવળજ્ઞાનસ્વરૂપ આત્માને અનુભવું છું,–તે જ હું છું.