: ૬ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૯૭
૩૩ રાગ હોવા છતાં તેને હું ભાવતો નથી, તેને મારાપણે દેખતો નથી, તે તરફ મારો
ઝુકાવ નથી મારો ઝુકાવ મારા ચૈતન્ય પરમાત્મતત્ત્વમાં છે, તેમાં ઝુકેલી
પરિણતિમાં રાગાદિ નથી; એટલે તે પરિણતિ સ્વયં પ્રત્યાખ્યાનસ્વરૂપ છે.
૩૪ આવા આત્માને જાણીને તેની નિરંતર ભાવના કરવી–એમ વીતરાગી સંતોની
શિખામણ છે.
૩૫ અહા, ચૈતન્યતત્ત્વ તો કોઈ પરમ ગંભીર છે તેમાં પરિણતિ અંતર્મુખ થાય ત્યારે જ
તેનું ખરું ચિંતન અને ભાવના થાય છે.
૩૬ જીવ દ્રવ્યસ્વભાવે ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ તો છે જ,–પણ હું ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છું–
એમ જાણે છે તો તે તરફ એકાગ્ર થયેલી પર્યાય; ત્રિકાળ સન્મુખ એકાગ્ર થયેલી
પર્યાય જ જાણે છે કે ‘હું આવો છું. ’
૩૭ આવી સ્વસન્મુખ પરિણતિરૂપે પરિણમે ત્યારે આત્માએ પોતાના સહજ
સ્વભાવનો સ્વીકાર અને અનુભવ કર્યો કહેવાય. પોતે તે ભાવરૂપ પરિણમ્યા
વગર તેનો સાચો સ્વીકાર કે અનુભવ ન થાય.
૩૮ આમ સ્વમાં અંતર્મુખ થઈને મેં મારા પરમ આત્માને દેખ્યો–જાણ્યો–અનુભવ્યો.
પોતામાં જાતે જ અનુભવેલી પોતાની વસ્તુમાં સંદેહ શો? સ્વ વસ્તુની અનુભૂતિ
થતાં સંદેહ ટળ્યો, ભય ટળ્યો; પોતે પોતાથી જ તૃપ્ત થયો, નિઃસંદેહ થયો.
૩૯ સબ વિકલ્પ–જંજાલકો છોડકર ચૈતન્યકા નિર્વિકલ્પ અમૃતરસ પીઓ.
૪૦ જ્ઞાની સદા એમ ભાવના કરે છે કે હું કારણ–પરમાત્મા છું. જ્ઞાનીઓના
હૃદયસરોવરનો હંસલો તો આનંદરૂપ સહજ ચૈતન્ય પરમાત્મા છે.
૪૧ પરભાવોને પોતાથી સદા જુદા રાખનાર, એટલે પરભાવોથી સદાય રહિત એવો
ચૈતન્ય–હંસ, તેને જ્ઞાની પોતાના હૃદયમાં ધ્યાવે છે.
૪૨ આ ચૈતન્ય–હંસ કારણપરમાત્મા, સહજ ચતુષ્ટય–સ્વરૂપ ત્રિકાળ છે, તે પોતે
કેવળજ્ઞાનાદિ અનંત ચતુષ્ટયનો આધાર છે; પણ તેને આધાર–આધેયના ભેદ
નથી. આધાર–આધેય સંબંધી વિકલ્પો રહિત અનુભૂતિ વડે જે પરમસુખ ઉત્પન્ન
થાય છે તેનું સ્થાન આ સહજ પરમાત્મતત્ત્વ છે.