: ૮ : આત્મધર્મ : આસો : ૨૪૯૭
ચૈતન્યની સ્વાનુભૂતિમાં જ મારી શોભા છે
(ભાદરવા સુદ પૂર્ણિમાં.... ૨૪૯૭ નિયમસાર શ્લોક: ૧૭૩ થી ૧૭૯)
જેમ સુંદર સ્ત્રીઓના કટાક્ષબાણ વડે પણ મુનિઓનું હૃદય
ભેદાતું નથી, તેમ સંકલ્પ–વિકલ્પો વડે ચૈતન્યતત્ત્વ ભેદાતું નથી,
ધર્મી પોતાના ચૈતન્યતત્ત્વને સમસ્ત – સંકલ્પ – વિકલ્પોથી તદ્ન
ચૂકીને તું પરભાવના કોલાહલમાં ક્યાં અટક્યો?
જેમ મોટા માણસની હાજરીમાં બાળક તોફાન કરે તો
માતા તેને વઢે કે – અરે ડાયા! આ તને શું સૂઝયું? આવા મોટા
માણસ સામે બેઠા છે ને તું આવા તોફાન કરે છે, એ તે કાંઈ તને
શોભે છે? તેમ રાગથી જે લાભ મનાવે છે એવા જીવને
જિનવાણીમાતા ઠપકો આપે છે કે – અરે જીવ! મોટા પરમાત્મા
અંદર સાક્ષાત્ તારી પાસે બિરાજે છે ને તેની હાજરીમાં તું રાગથી
લાભ માનીને પરભાવ. તોફાન કરે છે – એ તે કાંઈ તને શોભે
છે? ના રે ના; તારી શોભા તો રાગથી પાર ચૈતન્યની
સ્વાનુભૂતિવડે જ છે.
મુમુક્ષુજીવ પોતાના નિર્વિકલ્પ શુદ્ધતત્ત્વને બરાબર જાણે છે; ત્રણલોકને
જાણવાનો જેનો સ્વભાવ છે, અને ક્યાંય એક વિકલ્પ પણ કરવાનો જેનો સ્વભાવ નથી
એવું શુદ્ધ – નિર્વિકલ્પ સત્ત્વ હું જ છું – એમ સ્વાનુભવથી અત્યંત સ્પષ્ટ મુમુક્ષુજીવ જાણે
છે. એ રીતે સ્વતત્ત્વને જાણીને, શુદ્ધોપયોગવડે તેમાં એકાગ્રતારૂપ શુદ્ધશીલના
આચરણવડે તે મુમુક્ષુજીવ સિદ્ધિને પામે છે.
જુઓ, સ્વતત્ત્વ કેવું છે? ને તે કેમ જણાય, એટલે કે તે અનુભવમાં કેમ આવે?
તેની આ વાત છે. પોતાની જ્ઞાનપર્યાયવડે પોતાનો આત્મા જણાય છે. જ્યારે
જ્ઞાનપર્યાયને સ્વભાવસન્મુખ એકાગ્ર કરતાં જ્ઞાનમય આખી ચીજ જાણવામાં આવી,
ત્યારે તેણે આત્માને જાણ્યો. આવા આત્માને જાણીને તેમાં એકાગ્ર થતાં શુદ્ધ શીલનું