: આસો : ૨૪૯૭ આત્મધર્મ : ૯ :
આચરણ થાય છે. પરથી ભિન્ન, પોતાના શુદ્ધ – દ્રવ્ય – ગુણ – પર્યાયરૂપ એક આખી
ચૈતન્યવસ્તુ છે; તેમાં દ્રવ્ય–ગુણને ભૂલીને જો એકલી પર્યાય જેટલો જ પોતાને અનુભવે
તો તે જીવને (પ્રવચનસારની ગા. ૯૩ માં) પર્યાયમૂઢ–મિથ્યાદ્રષ્ટિ કહ્યા છે. શુદ્ધ
પર્યાયના ભેદ પાડીને તેના વિકલ્પમાં રોકાય તોપણ તેને વિકલ્પ સાથે એકતા છે, તેને
શુદ્ધપર્યાય થતી નથી. શુદ્ધપર્યાય તો ત્યારે જ થાય કે જ્યારે દ્રવ્ય–ગુણ–પર્યાયના ભેદનું પણ
અવલંબન છોડીને એક અભેદ શુદ્ધઆત્માનું અવલંબન લ્યે, ને તે અભેદનો અનુભવ કરે.
મુનિઓ અને સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માઓ આનંદસહિત પોતાના અંતરમાં આવા
નિર્બાધ તત્ત્વનો અનુભવ કરે છે. આ નિર્બાધ ચૈતન્યતત્ત્વ કોઈથી ભેદાતું નથી. જેમ
સુંદર સ્ત્રીઓના કટાક્ષબાણવડે પણ મુનિઓનું હૃદય ભેદાતું નથી, તેમ સંકલ્પ–
વિકલ્પોવડે ચૈતન્યતત્ત્વ ભેદાતું નથી, ધર્મી પોતાના ચૈતન્યતત્ત્વને સમસ્ત સંકલ્પ–
વિકલ્પોથી તદ્ન જુદું ને જુદું રાખે છે. અરે જીવ! આવા શાંત–સુંદર તારા તત્ત્વને ચૂકીને
તું પરભાવના કોલાહલમાં ક્યાં અટક્્યો?
જેમ મોટા માણસની હાજરીમાં બાળક તોફાન કરે તો માતા તેને વઢે કે–અરે ડાયા!
આ તને શું સૂઝ્યું? આવા મોટા માણસ સામે બેઠા છે ને તું આવા તોફાન કરે છે, એ તે
કાંઈ તને શોભે છે? તેમ રાગથી જે લાભ મનાવે છે એવા જીવને જિનવાણીમાતા ઠપકો
આપે છે કે – અરે જીવ! મોટા પરમાત્મા અંદર સાક્ષાત્ તારી પાસે બિરાજે છે ને તેની
હાજરીમાં તું રાગથી લાભ માનીને પરભાવનાં તોફાન કરે છે – એ તે કાંઈ તને શોભે છે?
ના રે ના, તારી શોભા તો રાગથી પાર ચૈતન્યની સ્વાનુભૂતિવડે જ છે. અરે, ‘તું રાગ કર,
તને રાગથી લાભ થશે’ – એમ રાગનો ઉપદેશ તે કાંઈ મુનિને કે ધર્મીને શોભે? ના; અહો,
વીતરાગતાના સાધકો તો વીતરાગતાથી જ લાભ મનાવે, વીતરાગતાનો જ ઉપદેશ કરે, ને
તેનો જ આદર કરે. વીતરાગભાવ વડે જ એમની શોભા છે.
વીતરાગી ગુરુઓ તો વીતરાગમાર્ગનો જ ઉપદેશ આપે છે. જેઓ રાગની
પુષ્ટિનો ઉપદેશ આપે, તેને વીતરાગમાર્ગી કોણ કહે? જેઓ મિથ્યામાર્ગનો ઉપદેશ આપે,
જેઓ ‘તું આ નવું પાપ કર’ એમ પાપનો ઉપદેશ આપે, તે તો વીતરાગમાર્ગથી વિરુદ્ધ
છે. ધર્મી તો કહે છે કે અમારૂંં તત્ત્વ રાગથી અત્યંત ભિન્નપણે જયવંત છે. અહો, આ
તત્ત્વના મહિમાની શી વાત!
વાહ જુઓ તો ખરા! મુનિઓ તો સિદ્ધ સાથે વાતું કરે છે. પ્રભો! તારા જેવો
મારો સ્વભાવ મેં મારામાં અનુભવ્યો–એટલે હું તારી સમીપમાં