Atmadharma magazine - Ank 336
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 44

background image
: ૧૦ : આત્મધર્મ : આસો : ૨૪૯૭
જ છું. તારાથી જરાય દૂર નથી.
અહો! આવું સચ્ચિદાનંદ તત્ત્વ, અચિંત્ય મહિમાવંત, પોતે જ છે, તેની પ્રાપ્તિ માટે
કોઈ બીજાના મહિમાની જરૂર નથી. સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થ પણ પોતાના આવા શુદ્ધતત્ત્વને
અનુભવે છે. આહા, મારો આત્મા જ કલ્યાણની મૂર્તિ છે. તેને નજરમાં લીધો છે તેથી
મારૂં કલ્યાણ જ છે; પ્રત્યક્ષસ્વભાવી આત્મા પર્યાયમાં પણ સ્વાનુભવપ્રત્યક્ષ થયો
છે; અહા! આવો પ્રત્યક્ષઅંશ જેમાંથી આવ્યો તે આખી વસ્તુ પ્રત્યક્ષસ્વભાવી જ
છે, આમ સ્વસંવેદનપ્રત્યક્ષના બળે ધર્મી પોતાના પ્રત્યક્ષસ્વભાવી આત્માને નિઃશંક
જાણે છે. તે જાણનારા જ્ઞાન તો મતિ–શ્રુત છે, છતાં તે જ્ઞાનમાં ઈન્દ્રિયનું–મનનું કે
રાગનું અવલંબન નથી. અતીન્દ્રિયસ્વભાવી ચેતનવસ્તુ છે તેનું આલંબન કરતાં
પર્યાય પણ તેવી અતીન્દ્રિય થઈ છે.
આવું આત્માનું સ્વસંવેદન થતાં ધર્મી જાણે છે કે
આનંદનું ને જ્ઞાનનું ધામ હું જ છું. જ્ઞાનનું મંદિર, આનંદનું મંદિર હું જ છું, મારાથી
બહાર બીજે ક્યાંય મારા જ્ઞાન–આનંદ નથી. –આમ સ્વસન્મુખ અનુભૂતિ કરનાર
ધર્માત્માને પોતાનો આત્મા સુલભ જ છે, દૂર્લભ નથી, દૂર નથી.
સમ્યગ્દ્રષ્ટિ જાણે છે કે– મારો આત્મા ઉત્કૃષ્ટ સમતાનું ઘર છે. ત્રણલોકમાં
ખળભળાટ થાય તોપણ જે પોતાની સમતાથી છૂટે નહિ એવો મારો આત્મા છે;
પરભાવોના પ્રપંચથી તે દૂર છે, પણ મારા સ્વભાવમાં તે મને નિરંતર સુલભ છે. મારું
શુદ્ધતત્ત્વ મારામાં સદા પ્રાપ્ત જ છે, સદાય મને સુલભ જ છે. મારામાં સદાય હું પ્રાપ્ત જ
છું. મારૂં તત્ત્વ મારાથી દૂર નથી. મન–વાણીથી દૂર છે, પણ સ્વાનુભવ વડે તે મારામાં
સુલભ છે–આવું જે પોતાનું શુદ્ધતત્ત્વ છે તે નમવાયોગ્ય છે, તેમાં અંતર્મુખ થઈને એકાગ્ર
થવા જેવું છે. અમે તેને જ નમીએ છીએ.
અહો, આત્મા તો શાંતરસનો સમુદ્ર છે, જ્યાં કેવળજ્ઞાનરૂપી પૂનમનો ચંદ્ર
સોળકળાએ ઊગ્યો ત્યાં શાંતરસનો સમુદ્ર ઊછળ્‌યો. આ કેવળજ્ઞાનચંદ્ર સદાય સોળ
કળાએ ખીલ્યો છે, તેની સાથે પરમ શાંતરસ ઉલ્લસે છે; તેવો જ મારા આત્માનો
સ્વભાવ છે–એમ હે જીવ! તું તારા સ્વભાવનો વિશ્વાસ લાવ! તારા આત્મામાં સંકલ્પ–
વિકલ્પ કરવાનો સ્વભાવ નથી; એકલો અનાકૂળ શાંતરસ જ તારામાં ભર્યો છે.–આવા
સ્વરૂપમાં નજર કરતાં શાંતરસનો દરિયો પોતામાં ઉલ્લસતો દેખાય છે... અનંતી શાંતિ
મારા આત્મામાં વેદાય છે; મારી પરિણતિદ્વારા મારા શાંતરસમય ભગવાનને હું વધાવું છું.