: આસો : ૨૪૯૭ આત્મધર્મ : ૧૩ :
ચારિત્રમાં વરસે છે–આનંદની ધારા
[નિયમસાર–ટીકા–શ્લોક ૧૮૬–૧૮૭–૧૮૮ ભાદ્ર. વદ ૮]
* મારો માર્ગ ને વીતરાગપરમાત્માનો માર્ગ જરાય જુદા નથી *
આત્મા જ્ઞાનમૂર્તિ છે, તેની સન્મુખ થઈને તેનું રાગ વગરનું જે અતીન્દ્રિયવેદન
થવું તે આનંદ છે, તે ધર્મ છે; તેમાં આત્માની ઉપલબ્ધિ છે.
કર્મરહિત ને અનંત આનંદસહિત જે જ્ઞાનમૂર્તિ આત્મા, તેની અનુભૂતિમાં આનંદની
લહરી ઊઠે છે. આત્મઅનુભૂતિમાં તો શાંતરસની તીવ્ર જળધારા સતત વરસે છે, ને ભવનો
દાવાનળ ઠરી જાય છે. આવી દશાવાળા જીવને સંયમ અને ચારિત્ર હોય છે.
શુભવિકલ્પો તે કાંઈ ચારિત્ર કે જ્ઞાન નથી, તેમાં કાંઈ આનંદની ધારા નથી, ને
તે કાંઈ વીતરાગમાર્ગ નથી; અંતરમાં આત્માની ઉપલબ્ધિથી થતું જે જ્ઞાન અને ચારિત્ર,
તેમાં આનંદની ધારા ઉલ્લસે છે, તે જ વીતરાગમાર્ગ છે. બાપુ! તારો માર્ગ ને વીતરાગ–
માર્ગ જરાય જુદા નથી. જુદાપણું ભાસે તો માર્ગ સાચો નથી.
રાગની વાત જુદી છે, જ્ઞાનની જાત જુદી છે; બંનેની જુદાઈને અનુભવીને જ્ઞાનમાં જે
એકાગ્રતા થઈ તે ચારિત્ર છે, તેમાં આનંદની ધારા વરસે છે, તે વીતરાગનો સાક્ષાત્ માર્ગ છે.
રાગમાં તો ભવનો દાવાનળ છે; તે અશુભ હો કે શુભ, તેમાં ચૈતન્યની શાંતિ
જરાય નથી. તે દાવાનળ જ્ઞાનવડે જ બુઝાય છે. અંતરમાં આખો શાંતરસનો સમુદ્ર આત્મા,
તેને સમ્યગ્જ્ઞાનવડે પ્રાપ્ત કરીને અનુભવમાં લેતાં શાંતરસની જોરદાર ધારા વરસીને ભવના
દાવાનળને બુઝાવી નાખે છે. સ્વાનુભૂતિમાં ધર્મીને કોઈ અલૌકિક શાંતિ છે.
ચૈતન્યસૂર્યમાંથી જે જ્ઞાનનાં કિરણ ફૂટ્યાં તે અજ્ઞાનઅંધકારને દૂર કરે છે; ત્યાં
સ્વભાવસન્મુખ એકાગ્રતાથી ઝડપથી શાંતરસની ધારા ઊછળે છે. પરિણતિ પરભાવોથી
છૂટીને એવી ઝડપથી અંતરમાં વળી કે શાંતરસનો ધોધમાર વરસાદ વરસ્યો, ને
અનાદિના પરભાવની આકુળતાને ધોઈ નાંખી. –આવી જ્ઞાનીની દશા છે. અને આવા
જ્ઞાનીને આત્માના ચારિત્રમાં આનંદની ધારા વરસે છે. જ્ઞાનીના ચારિત્રની અદ્ભુત
આનંદધારાને અજ્ઞાનીઓ