તેની ખબર પડે. અજ્ઞાનમાં રહીને જીવ ગમે તેટલું કરે પણ તેને શાંતિ કે આનંદનો
અનુભવ થાય નહીં. સમ્યગ્જ્ઞાનીએ જ્ઞાન અને રાગની ભિન્નતારૂપ ભેદજ્ઞાનની ચાવીવડે
આત્માના નિધાનનો કબાટ ખોલી નાંખ્યો છે, તે પોતાના આનંદને પોતામાં દેખે છે.
વીતરાગના ભાવ, તેને ઝીલવા માટે વીતરાગપરિણતિરૂપ સોનાનું પાત્ર જોઈએ; તે
રાગરૂપ લોઢાના પાત્રમાં ન રહે. રાગની રુચિવાળો જીવ વીતરાગની વાણીને ઝીલી શકે
નહીં, તેની પરિણતિમાં આનંદરસની ધારા ઝીલાય નહીં; ચૈતન્યસ્વભાવમાં સ્વસન્મુખ
થઈને, રાગથી ભિન્ન થયેલી જે શુદ્ધજ્ઞાનપરિણતિ, તે જ ચૈતન્યની ધોધમાર
આનંદધારાને ઝીલે છે, તે જ વીતરાગની વાણીને ઝીલે છે.
આવા ચૈતન્યસમુદ્રમાં જે ડુબકી મારે છે તેને જ સંયમરૂપી રત્નમાળા પ્રાપ્ત થાય છે.
બાપુ! તારા ચૈતન્યસમુદ્રમાં એકવાર નજર તો કર! તને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપી
રત્નમાળા પ્રાપ્ત થશે... ને તું મોક્ષનો સ્વામી થઈશ. જુઓ, આવી જ્ઞાનદશાવાળા જીવને
જ આનંદમય ચારિત્રદશા હોય છે; બીજાને તે ચારિત્રની ખબર નથી.
ચિત્તમાં વસતા નથી. અહા! જેની જ્ઞાનપર્યાયમાં પરમાત્મા વસે છે, જેની જ્ઞાનપર્યાયમાં
સંસાર વર્તતો નથી, –આવા મુનિને મોક્ષસુખના કારણરૂપ ચારિત્ર હોય છે. મુનિવરોના
ચિત્તમાં જેનો વાસ છે એવા આ પરમાત્મતત્ત્વને હું સદાય નમું છું...મારી જ્ઞાનપર્યાયને
અંતર્મુખ કરીને, તેમાં હું મારા પરમાત્માને અનુભવું છું. અહો! મેં મારી જ્ઞાનપર્યાયમાં
મારા પરમાત્માને વસાવ્યા છે, રાગનો તેમાં વાસ નથી. રાગને જુદો જાણીને
પરમાત્મતત્ત્વમાં મારી જ્ઞાનપર્યાયને એકાગ્ર કરતાં અપૂર્વ આનંદની ધારા મારામાં વરસે
છે. આવી આનંદ– રસની ઉગ્રધારા જ્યાં વરસે ત્યાં જ ચારિત્ર હોય છે, ને તે ચારિત્ર
મોક્ષસુખનું કારણ છે. માટે હું–આત્મા મારી પર્યાયવડે મારા પરમાત્મતત્ત્વને નમું છું.