: ૧૮ : આત્મધર્મ : આસો : ૨૪૯૭
जगी उरमांहि समकित–कला सोहनी
[શ્રીગુરુ સાધક થવા માટે વૈરાગ્યરસભીની પ્રેરણા આપે છે[
[સમયસાર–નાટક પાનું ૩૩૭–૩૩૮–૩૩૯ ભાદ્ર. વદ ૧૧–૧૨]
ચૌદ ગુણસ્થાનમાં ચોથા ગુણસ્થાનેથી મોક્ષનું આરોહણ શરૂ થાય છે. ને તે જીવ
મોક્ષનો સાધક થાય છે. ચોથા ગુણસ્થાને ધર્મીજીવના અંતરમાં અત્યંત શોભિત એવી
સમ્યક્ત્વકળા જાગી છે. અહા, અનંતશક્તિવાળા ચૈતન્યસૂર્ય આત્મામાંથી સમ્યક્ત્વનાં
કિરણ ફૂટ્યા.
મુમુક્ષુ–ભવ્યજીવના ઉજ્વળ મનરૂપી જે છીપ, તેમાં શ્રીગુરુના વચનરૂપી
સ્વાતિબિંદુ પડતાં સમ્યક્ત્વરૂપી મોતી પાકે છે. અહા, સમ્યગ્દર્શન થતાં અનંતગુણમાંથી
આનંદનાં કિરણ ફૂટ્યા, આત્મામાં સાચા જ્ઞાનમોતી પાક્્યાં. શ્રીગુરુના સત્યઉપદેશના
ઊંડા મનનથી અંતરમાં ત્રણ કરણસહિત સમ્યગ્દર્શન કિરણ જાગે છે.
જેના અંતરમાં સમ્યગ્દર્શનરૂપ કિરણ જાગ્યું તે નિઃશંક અનુભવે છે કે મારી મુક્તિ
હવે અત્યંત નજીક છે. એવો જીવ શ્રીગુરુનાં વચન ઝીલીને અંતરના સ્વાનુભવમાં
સમ્યક્ત્વનાં સાચાં મોતી પકાવે છે. જેમ અમુક માછલીની તાકાત છે કે તેના પેટમાં
મોતી પાકે, ને ત્યાં સ્વાતિબિંદુંનું જ નિમિત્ત હોય. તેમ ધર્મીજીવ સમ્યક્ત્વનાં મોતી
પકાવવા તૈયાર થયો, ત્યાં શ્રીગુરુનાં ચૈતન્યસ્પર્શી વચનરૂપી સ્વાતિબિંદુ નિમિત્તરૂપ
હોય છે, તેને ઝીલીને, અંર્તમુખ પરિણતિવડે તે જીવ પોતાના અંર્તમાં સમ્યગ્દર્શનનું
મોતી પકાવે છે.
અહો, સમ્યક્ત્વની કળા કોઈ અલૌકિક અચિંત્ય છે. શ્રીગુરુની વીતરાગીવાણી
આવી સમ્યક્ત્વકળા બતાવીને જગતના જીવોને હિતમાર્ગ દેખાડે છે. શ્રીગુરુનાં વચન
તો આવા છે, ને તેને ઝીલનારો ભવ્યજીવ પણ સાચા મોતીની છીપ જેવો છે; તે
વાણીદ્વારા શુદ્ધાત્માનું સ્વરૂપ ઝીલીને સમ્યગ્દર્શન પ્રગટ કરે છે.
આવું સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે શ્રીગુરુ જીવને જગાડે છે કે અરે ચેતનજી!
તમે હવે જાગી જાઓ! આ સંસારની ધનસંપત્તિની માયામાં કેમ લાગી રહ્યા છો? ને
નિજ ચૈતન્યસંપત્તિને કેમ ભૂલી રહ્યા છો? તે માયા છોડો! ને નિજ–