: ૬ : આત્મધર્મ : આસો : ૨૪૯૭
મુનિઓ શુદ્ધાત્મજ્ઞાનની સમ્યક્ભાવના કરનારા છે. પોતાના શુદ્ધજ્ઞાનસ્વરૂપની
સમ્યક્ભાવના ક્યારે થાય? કે તે સ્વભાવની સન્મુખ થઈને તેની સમ્યક્ભાવના થાય
છે; પરની, રાગની કે પર્યાયભેદની સન્મુખ રહીને શુદ્ધજ્ઞાનની સમ્યક્ભાવના થતી નથી;
પણ પરથી પરાંગ્મુખ, રાગથી રહિત ને પર્યાયભેદોથી પાર થઈને, અંર્તસન્મુખ અભેદ
પરિણતિવડે આત્માની સમ્યક્ભાવના થાય છે. આ સમ્યક્ભાવના તે જ સમ્યક્શ્રદ્ધા–
જ્ઞાન–ચારિત્ર છે; તેમાં ધ્યેયરૂપ પોતાનો શુદ્ધઆત્મા જ છે; બીજું કોઈ નહીં.
અહો, મારો આત્મા અતીન્દ્રિયજ્ઞાનનો સાગર છે, તેમાં અતીન્દ્રિય શાંતિ છે,
અતીન્દ્રિયજ્ઞાનસ્વભાવમાં અનંતાધર્મો સમાયેલા છે. આવા મારા જ્ઞાનની પ્રતીત કરતાં
મારો ઉત્કૃષ્ટ–સર્વજ્ઞસ્વભાવ સ્વાનુભવમાં મને પ્રત્યક્ષગોચર થાય છે; એટલે સર્વજ્ઞપર્યાય
પ્રગટ કરવા ક્યાંય બહારમાં–રાગમાં જોવાપણું નથી; મારો સર્વજ્ઞસ્વભાવ જે મારામાં
સત્ છે જ–તેનો સ્વીકાર કરીને તેની સમ્યક્ભાવના વડે તેમાંથી સર્વજ્ઞતા આવશે.–આમ
ધર્મીને પ્રતીત છે.
સર્વજ્ઞસ્વભાવને માનતાં જીવ પોતે સર્વજ્ઞતાના માર્ગમાં ચડી ગયો. રાગવાળો,
ઈંદ્રિયજ્ઞાનવાળો હું છું એમ અનુભવનાર જીવ મિથ્યાભાવવાળો છે કેમકે તે પોતાના
સર્વજ્ઞસ્વભાવનો સ્વીકાર કરતો નથી. સર્વજ્ઞસ્વભાવનો સ્વીકાર કરનારી પરિણતિ તો
રાગથી ને ઈંદ્રિયજ્ઞાનથી જુદી પડી જાય છે ને અતીન્દ્રિય થઈને અંતરના સ્વભાવના
શ્રદ્ધા–જ્ઞાન–અનુભવ કરે છે. માટે અંતર્મુખ થઈને શુદ્ધજ્ઞાનની આવી સમ્યક્ભાવના
કર્તવ્ય છે.
મારે મારા આત્માના જ્ઞાનસ્વભાવ સાથે કામ છે, બીજા કોઈ સાથે મારે કામ નથી. –
બીજા જીવો માને કે ન માને, બીજાને સમજાવતાં આવડે કે ન આવડે, બીજું જાણપણું હો કે
ન હો, મારે તો મારામાં જે સર્વજ્ઞસ્વભાવરૂપ પરમધર્મ છે તેની સાથે જ પ્રયોજન છે, એટલે
તેની જ સન્મુખ થઈને હું તેને એકને જ સદાય ભાવું છું... વારંવાર એનો જ પરિચય કરું છું.
‘અરે, પંચમકાળે સર્વજ્ઞભગવાનના વિરહ પડ્યા!’ –પણ કાંઈ પોતાના
સર્વજ્ઞસ્વભાવી આત્માનો વિરહ છે? –ના; સર્વજ્ઞતા જેમાંથી પ્રગટે છે એવો સર્વજ્ઞસ્વભાવી
આત્મા તો પ્રત્યક્ષ–પ્રગટ અંદર બિરાજી રહ્યો છે; પોતાનો પોતાને કદી વિરહ નથી. આવા
સર્વજ્ઞસ્વભાવી આત્માને જેણે ઓળખ્યો તે સર્વજ્ઞના માર્ગમાં આવી ગયો, પોતામાં જ
ભગવાનનો સાક્ષાત્ ભેટો થતાં સર્વજ્ઞનો વિરહ એને મટી ગયો...એણે ભગવાનને