આનંદરસનો અનંતસાગર ભર્યો છે. ભાઈ, તારું ચૈતન્યતત્ત્વ આનંદથી ભરેલું છે. તારું
મહાશુદ્ધ સમ્યક્રત્નત્રયરૂપે પરિણમે છે, એટલે કે પોતે મોક્ષમાર્ગમાં સ્થિત થાય છે.
પહેલાંં રાગમાં એકતાથી દુઃખમાં પીડાતો હતો, હવે રાગથી ભિન્ન ચેતના વડે આનંદને
અનુભવે છે.
પરમાત્મતત્ત્વ પોતાથી જ શોભે છે, તેને કોઈ બીજાની અપેક્ષા નથી. વાહ રે વાહ! જુઓ
તો ખરા, પરમાત્મતત્ત્વ પોતે પોતાથી કેવું સુશોભિત છે! અદ્ભુત છે. આનંદકારી છે.
આત્મતત્ત્વની સ્વાનુભૂતિ ન થાય. સ્વાનુભૂતિ તો અંતર્મુખ પરિણામ છે, તે બર્હિમુખ
પરિણામ વડે કેમ થાય? બાહ્યવલણથી અંતરમાં કેમ અવાય? અંતરનો માર્ગ તો પરમ
નિરપેક્ષ, એકલ નિજસ્વભાવમાં જ સમાય છે. ચૈતન્યચમત્કારી આત્મવસ્તુ જ કોઈ
અજબ છે–કે જે પોતે એકલો પોતામાંથી જ મોક્ષમાર્ગ કાઢીને તેમાં પોતે સ્થિર થાય છે,
ને આનંદથી પોતે શોભે છે.
સહાય કે ટેકો નથી; આત્મા અસહાયપણે પોતે પોતાના ચૈતન્યધામમાં સ્વભાવથી
ટકનારો–શોભનારો–મોક્ષમાર્ગે ચાલનારો છે. ભાઈ! અંતર્મુખ થયા વગર આવો માર્ગ
નીકળે તેમ નથી.
પાસે રહેતી હોય છે–તેમાં આપનું પૂરું સરનામું લખો; તથા જે કામ માટે મનીઓર્ડર કર્યો
હોય તેની વિગત લખો. સરનામા વગર વ્યવસ્થામાં મુશ્કેલી પડે છે. (એક જિજ્ઞાસુ–
ભાઈનો મનીઓર્ડર રૂ. ૭–૪૦ નો આવેલ છે તેઓ પૂરું સરનામું મોકલશો.)