Atmadharma magazine - Ank 337
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 46 of 49

background image
કારતક: ૨૪૯૮ આત્મધર્મ : ૪૩ :

મુંબઈના સમાચાર–આપણા મુમુક્ષુ મહામંડળના માનનીય પ્રમુખશ્રી નવનીત
લાલભાઈ ઝવેરી દરવર્ષે કેટલાક મહિના સોનગઢમાં રહીને ગુરુદેવના સત્સંગનો લાભ
લ્યે છે; પરંતુ છેલ્લા કેટલાક વખતથી તેમની તબીયત નબળી રહેતી હોવાથી હમણાં
તેઓ મુંબઈથી આવી શક્યાં ન હતા, તેથી ગુરુદેવના દર્શનની તેમને તીવ્ર ઝંખના રહ્યા
કરતી હતી. તેમની આ ભાવના ગુરુદેવ પાસે પહોંંચતા ગુરુદેવે તેમની વિનંતી સ્વીકારી
અને આસો વદ ૧૦–૧૧ બે દિવસ મુંબઈ પધાર્યા. પોતાના ઉપર આવી કૃપા દેખીને
અને પોતાના આંગણે ગુરુદેવના દર્શન કરીને શ્રી નવનીતભાઈને તથા તેમના
પરિવારને ઘણી પ્રસન્નતા થઈ; મુંબઈના મુમુક્ષુજનો પણ બહુ ખુશી થયા. એક પ્રવચન
થયું તેમાં હજારો જિજ્ઞાસુઓએ લાભ લીધો. નવનીતભાઈના સુપુત્ર કિરણભાઈએ આ
પ્રસંગે જ્ઞાનપ્રચાર ખાતે દશ હજાર રૂ. જાહેર કર્યાં. ગુરુદેવ મુંબઈથી આસો વદ ૧૨ ના
રોજ સોનગઢ પધાર્યા. માનનીય નવનીતભાઈ મહાન સંસ્થાના પ્રમુખ હોવા છતાં ખૂબ
વિનમ્ર, ઉદાર અને ભાવનાશીલ સજ્જન છે, વીતરાગી સાહિત્ય દ્વારા જ્ઞાનપ્રચારની
તેમને ઉત્તમ ભાવના છે, તેમજ વધુ ને વધુ નિવૃત્તિપૂર્વક સોનગઢ રહીને તત્ત્વભાવનામાં
પોતાનું જીવન ગાળવાની તેમની ઘણી ઉત્કંઠા છે; મુમુક્ષુ સમાજ પ્રત્યે તેમની
વાત્સલભાવના પણ પ્રશંસનીય છે. સંસ્થાના સુભાગ્યે આવા ઉમદા પ્રમુખ મળ્‌યા છે.
તેઓ જલ્દી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે અને વેલાવેલા સોનગઢ ગુરુશરણમાં આવીને આત્મિક
અનુભૂતિ પામે–એવી સમસ્ત સમાજની હાર્દિક શુભેચ્છા છે.
–બ્ર. હ. જૈન.
સોનગઢમાં દીપાવલી પર્વ:–આનંદ–ઉલ્લાસપૂર્વક ઉજવાયું હતું. દીપાવલી તેમજ
બેસતાવર્ષે ગુરુદેવના મંગલ દર્શન કરવા તથા અધ્યાત્મતત્ત્વની અપૂર્વ બોણી લેવા
ગામેગામના જિજ્ઞાસુજીવો મોટી સંખ્યામાં સોનગઢ આવ્યા હતા. આનંદોલ્લાસ ભરેલા
વાતાવરણથી સુવર્ણનું સુપ્ર્રભાત શોભતું હતું, ને ચારેકોર વીરનાથના માર્ગની
બોલબાલા હતી. અહા, ધન્ય સુવર્ણધામ કે જ્યાં ભગવાન વીરનાથનો મુક્તિમાર્ગ
સતત પ્રવર્તી રહ્યો છે. ગુરુદેવ દ્વારા એ મુક્તિમાર્ગના પ્રકાશકિરણો પામીને મુમુક્ષુઓ
ધન્યતા અનુભવે છે. આવા માર્ગનો જેનાથી લાભ મળે તેના કરતાં ઉત્તમ બોણી
જગતમાં બીજી કઈ છે?